![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Corona Vaccination: દેશમાં વેક્સિનેશનનો બન્યો રેકોર્ડ, આજે અપાયા 90 લાખથી વધુ ડોઝ
શુક્રવારે દેશમાં રેકોર્ડ 90 લાખથી વધુ લોકોને કોરોના વાયરસની વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
![Corona Vaccination: દેશમાં વેક્સિનેશનનો બન્યો રેકોર્ડ, આજે અપાયા 90 લાખથી વધુ ડોઝ corona vaccination india update pace increased today 90 lakh vaccinations done single day 27 august 2021 Corona Vaccination: દેશમાં વેક્સિનેશનનો બન્યો રેકોર્ડ, આજે અપાયા 90 લાખથી વધુ ડોઝ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/26/fdd8d124a39cd24a2e13452e744954f0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Record Corona Vaccination: કોરોના વાયરસ સામેની જંગ દેશમાં દિવસે દિવસે વધી ઝડપી બની રહી છે. એક તરફ સરકાર ઘણી વેક્સિન બનાવતી કંપનીને મંજૂરી આપી કોરોના સામેની લડાઈમાં કારગર હથિયાર મનાતી વેક્સિનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહી છે, તો બીજી તરફ વેક્સિનેશન પર જોર દેવામાં આવી રહ્યું છે. શુક્રવારે દેશમાં રેકોર્ડ 90 લાખથી વધુ લોકોને કોરોના વાયરસની વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આટલી મોટી સંખ્યામાં એક જ દિવસમાં વેક્સિનેશનને લઈ ટ્વિટ કરતા કહ્યું- “નાગરિકોને શુભેચ્છાઓ, ભારતમાં અત્યાર સુધીમાં 90 લાખથી વધુ લોકોને રસીના ડોઝ અપાયા છે. ઐતિહાસિક”
કોરોનાની ત્રીજી લહેરને ટાળવા દેશમાં હાલમાં યુદ્ધ સ્તરે તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં શુક્રવારે કોરોના રસીની 90 લાખ ડોઝ આપવામાં આવ્યા જે અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક રેકોર્ડ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સાંજે સાત વાગ્યા સુધીના રિપોર્ટ અનુસાર એક વધુ મહત્વપૂર્ણ ઉપલબ્ધિમાં દેશમાં કોવિડ-19 રસીકરણ 62 કરોડ (62,09,43,580) ડોઝને પાર કરી ગયું છે. દિવસભરનો અંતિમ રિપોર્ટ મોડી રાત સુધી તૈયાર કરી દેવાશે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વિટમાં કહ્યું કે નાગરિકોને અભિનંદન, કારણ કે ભારતમાં આજે ઐતિહાસિક 90 લાખ કોરોના રસીના ડોઝ અપાયા અને હજુ પણ ગણતરી ચાલુ છે. આ પહેલા અત્યાર સુધી સૌથી વધુ દેશભરમાં 17 ઓગસ્ટના રોજ રસી અપાઈ હતી જેની સંખ્યા 88 લાખથી વધુ હતી.
વૅક્સિનેશન પર સારી ખબરની વચ્ચે કેરલ સહિત કેટલાંક રાજ્યોમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસથી ચિંતામાં વધારો થયો છે. સરકાર તરફથી પણ કહેવાયું છે કે સપ્ટેમ્બર અને ઑક્ટોબરનો મહિનો ઘણો મહત્વપૂર્ણ છે. કારણ કે ઘણાં તહેવારો આવવાના છે. કેરલમાં શુક્રવારે કોરોનાના 32801 નવા કેસ સામે આવતાની સાથે કોરોનાના કુલ કેસ 39.45 લાખ થઈ ગયા છે. જ્યારે 179 વધુ દર્દીઓના મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 20313 પર પહોંચી ગઈ છે. છેલ્લાં ઘણા દિવસોથી કેરલમાં કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે અને સતત ત્રીજા દિવસે 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)