ભારતમાં 75 ટકા લોકોને રસી લેવા શું કરવું તેની જ ખબર નથી, જાણો ક્યાં રાજ્યોમાં છે સૌથી ખરાબ હાલત ?
કેરળમાં 43 ટકા અને મહારાષ્ટ્રમાં 37 ટકા લોકોને જ રસીકરણ પ્રોસેસ કઈ રીત કરવું તેની ખબર હતી. જ્યારે ગુજરાતમાં માત્ર 20 ટકા લોકોને જ એપ દ્વારા નોંધણી કરાવવાની ખબર હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને (Coronavirus) નાથવા હાલ રસીકરણ (Vaccination) અભિયાન ચાલી રહ્યું છે. કોરોના રસીકરણ શરૂ થયું ત્યારથી લઈ અત્યાર સુધી ભાવમાં તફાવત, ઓછો પુરવઠો, રસીના બે ડોઝ વચ્ચે અંતરના સમયગાળામાં ફેરફારને લઈ મોદી સરકારની (Modi Government) અનેક ટિકા થઈ છે. ધ પ્રિન્ટના અહેવાલ મુજબ ભારતના 75 ટકા લોકોને રસીકરણ કઈ રીતે કરાવવું તેની ખબર નથી. જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન મોખરે છે.
ધ પ્રિન્ટ દ્વારા બિહાર, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશના 246 જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓ હતી. 66 ટકા યુવાનો 40 વર્ષથી ઓછી વયના હતા. 24 ટકા આધેડ અને 9 ટકા સિનિયર સિટીઝન હતા.
કેરળમાં 43 ટકા અને મહારાષ્ટ્રમાં 37 ટકા લોકોને જ રસીકરણ પ્રોસેસ કઈ રીત કરવું તેની ખબર હતી. જ્યારે ગુજરાતમાં માત્ર 20 ટકા લોકોને જ એપ દ્વારા નોંધણી કરાવવાની ખબર હતી. ગુજરાતમાં 29 ટકા લોકોને કઈ રીતે નોંધણી કરાવવી તેની ખબર નહોતી. જ્યારે 19 ટકાએ સ્થાનિક નેતાથી મદદ લીધી હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં 31 ટકા લોકોએ રસકારી અધિકરીએ રસીકરણ માટે તેમના વિસ્તારની મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું.
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 58 લાખ 9 હજાર 302 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે. આજે દેશમાં
- કુલ કેસ- બે કરોડ 54 લાખ 96 હજાર 330
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363
- કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719
- કુલ મોત - 2 લાખ 83 હજાર 248
દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 4529 મોત, ઘટતાં કેસની વચ્ચે મોતની વધતી સંખ્યાથી લોકોમાં ફફડાટ
Cyclone Tauktae : અમરેલીમાં વાવાઝોડાએ મચાવ્યો તહેલકો, અનેક લોકો થયા બેઘર, જુઓ તસવીરો