ફરી બદલશે વેક્સિનેશનના નિયમો, કોવિડથી સાજા થયા બાદ ક્યારે લઇ શકાશે રસી, જાણો શું છે વિગત
કોરોના વેક્સિનની નિતીમાં ફરેફાર થવા જઇ રહ્યો છે. જો કોઇ વ્યક્તિને કોરોના વાયરસથી સંક્રમિત થાય તો તેમને કેટલા સમયમાં વેક્સિન લેવી જોઇએ. સમય ગાળામાં શું થઇ શકે છે ફેરફાર જાણો.
corona vaccine:કોરોના વેક્સિનની નિતીમાં ફરેફાર થવા જઇ રહ્યો છે. જો કોઇ વ્યક્તિને કોરોના વાયરસથી સંક્રમિત થાય તો તેમને કેટલા સમયમાં વેક્સિન લેવી જોઇએ. સમય ગાળામાં શું થઇ શકે છે ફેરફાર જાણો.
કોરોનાને માત આપવા માટે વેક્સિનેશન જરૂરી છે. આ માટે દેશમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. જો કે વેક્સિનેશનની નિતીમાં ફેરફાર કરવમાં આવી રહ્યો છે. નવી નિતી મુજબ કોવિડ થયાના 9 મહિના બાદ વેકિસન લઇ શકાશે બહું જલદી આ મુદે નિર્ણય લેવાશે.
નેશનલ એક્સ્પર્ટ ગ્રૂપ ઓફ નેશનલ એડમિનિસ્ટ્રેશન (NEGVAC) ની તરફથી બહુ જલ્દી આ મુદ્દે નિર્ણય લેવાશે. આ ગ્રપૂના એકસ્પર્ટે કોવિડથી રિકવર થયા બાદ 6 મહિના બાદ વેક્સિન આપવાનું સૂચન કર્યું હતું જે સમયની અવધિને હવે વધારી શકાય છે.
એક્સપર્ટ ગ્રૂપ તરફથી ગ્રૂપ તરફથી તથ્યોને જોતા આ રીતનું સૂચન કરાયું છે. ભારતમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન રિઇન્ફેકશનનો રેટ 4.5 ટકા હતો. આ દરમિયાન 102 દિવસનું અંતર જોવા મળે છે. તો કેટલાક દેશોની સ્ટડીમાં જોવા મળ્યું કે. કોરોના સંક્રમણ બાદ 6 મહિના સોથી એન્ટીબોડી રહે છે તેથી આટલો સમય ગાળો રાખવો જરૂરી છે. જો કે જ્યારે હાલ દેશમા કોરોનાની મહામારી ચાલું છે આ સ્થિતિમાં રિઇન્ફેકશનની શકયતા પણ રહે છે.
થોડા સમય પહેલાં જ બદલાયા હતા નિયમ
આપને જણાવી દઇએ કે વેક્સિનેશનને લઇને હાલમાં થોડા નિયમોમાં ફેરફાર કરવામં આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ વેકિસનનો બીજો ડોઝ લેવા માટે 12થી 16 સપ્તાહનોી રાહ જોવી પડશે. કોવિન એપ પર હવે બીજા ડોઝનો ઓપ્શન 84 દિવસ બાદનો બતાવે છે. તો બીજી તરફ કોવિડથી સાજા થયેલા લોકોને વેક્સિન માટે 6 મહિનાની રાહ જોવાની વાત હતી. જે સમય વધારીને 9 મહિનાનો થઇ શકે છે.
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 44 લાખ 53 હજાર 149 ડોઝ આપવામાં આવ્યા છે.