Covid-19ની પ્રથમ સ્વદેશી mRNA વેક્સિન ક્યારે આવશે ? જાણો નીતિ આયોગના ડૉ. વી.કે.પોલે શું કહ્યું
Corona Vaccine: પુણે સ્થિત જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ આ રસી વિકસાવી રહી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલના જણાવ્યા અનુસાર, હાલમાં આ રસીની અંતિમ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.
![Covid-19ની પ્રથમ સ્વદેશી mRNA વેક્સિન ક્યારે આવશે ? જાણો નીતિ આયોગના ડૉ. વી.કે.પોલે શું કહ્યું Corona Vaccine: India’s first mRNA COVID-19 vaccine being developed by Pun -based Gennova Biopharmaceuticals under final clinical trials Covid-19ની પ્રથમ સ્વદેશી mRNA વેક્સિન ક્યારે આવશે ? જાણો નીતિ આયોગના ડૉ. વી.કે.પોલે શું કહ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/04/5623e5ae868fef3bf9d85818c421bd19_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Covid-19 Vaccine: દેશમાં ઘટી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર છે. ટૂંક સમયમાં દેશને પ્રથમ સ્થાનિક mRNA (કોવિડ-19 રસી) મળી શકે છે. પુણે સ્થિત જેનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ આ રસી વિકસાવી રહી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલના જણાવ્યા અનુસાર, હાલમાં આ રસીની અંતિમ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં અમે તેનો ઉપયોગ કરી શકીશું. ડૉ. વી.કે. પૉલે કહ્યું, “અમે ખુશ છીએ કે રસીકરણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. દેશના 96 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. કોઈપણ સરકાર માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. રસીકરણની ગતિ ઝડપી થઈ રહી છે.
આ રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ છે
સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વિશ્વમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, 40 ટકા કેસ 10 દેશોમાંથી આવી રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 67084 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં પણ કોરોનાના કેસ સૌથી વધુ છે. આ ચાર રાજ્યમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે 11 રાજ્યોમાં 10 હજારથી 50 હજાર વચ્ચે એક્ટિવ કેસ છે. જો કે, હવે પોઝિટિવિટી રેટ ઘટાડો થયો છે. કેરળમાં 32 ટકા પોઝિટિવિટી રેટ છે. જે છેલ્લા દિવસોમાં 46 ટકા હતો. અન્ય રાજ્યોમાં પણ પોઝિટિવિટી સતત ઘટી રહ્યો હોવાનું જણાય છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યું કે, કોરોનાની વર્તમાન સ્થિતિ ઘણી સારી દેખાઈ રહી છે, પરંતુ કેરળ, મિઝોરમ અને હિમાચલ પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં કેસ આવી રહ્યા છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,084 કેસ નોંધાયા હતા. જ્યારે 1,67,882 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી તેમજ છેલ્લા 24 કલાકમાં 1,241 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. દેશમાં હવે એક્ટિવ કેસ 7,90,789 (1.86%) છે. જ્યારે દેશમાં કુલ 5,06,520 લોકના મોત નીપજ્યા છે. જ્યારે દેશનો ડેઇલી પોઝિટીવિટી રેટ 4.44% છે. તો દેશમાં અત્યાર સુધીમાં 1,71,28,19,947 રસીકરણ થયું છે.
છેલ્લા ત્રણ દિવસમાં થયેલા મૃત્યુ
- 7 ફેબ્રુઆરી 1173
- 8 ફેબ્રુઆરી 1230
- 9 ફેબ્રુઆરી 1241
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)