શોધખોળ કરો
Advertisement
Coronavirus: UPના 80 લાખ મજૂરોના એકાઉન્ટમાં જમા થશે હજાર- હજાર રૂપિયા , CM યોગી કરી શકે જાહેરાત
કોરોના વાયરસના કારણે રોજગારમાં પ્રભાવિત મજૂરો માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 1000-1000 રૂપિયાની જાહેરાત કરી શકે છે.
લખનઉઃ કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ઉત્તર પ્રદેશમાં મોટી જાહેરાત કરી શકે છે.એક રિપોર્ટ અનુસાર, મુખ્યમંત્રી યોગી રાજ્યના 80 લાખ મજૂરોને મોટી રાહત આપી શકે છે. કોરોના વાયરસના કારણે રોજગારમાં પ્રભાવિત મજૂરો માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 1000-1000 રૂપિયાની જાહેરાત કરી શકે છે.
આ સંબંધમાં નાણામંત્રી સુરેશ ખન્નાએ પોતાના રિપોર્ટ આપી છે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી આજે લખનઉ પાછા ફર્યા બાદ મુખ્યમંત્રી યોગી તરફથી મંજૂરી મળી શકે છે. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી .યોગીને કોરોના વાયરસ સામે લડવાને લઇને યુપી સરકારની તૈયારીઓની જાણકારી આપવામાં આવી છે.
રાજ્યના દિહાડી મજૂરોને લોકોને આર્થિક સહાયતાની જાહેરાત કરવા માટે મુખ્યમંત્રી યોગીએ સુરેશ ખન્નાની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી. સરકાર કોરોના વાયરસથી પ્રભાવિત મજૂરોના બેન્ક એકાઉન્ટમાં એક હજાર રૂપિયા આપી શકે છે. રાજ્યમાં 20 લાખથી વધુ શ્રમ વિભાગના રજીસ્ટ્રર મજૂર છે. તે સિવાય નગર વિકાસના 16 લાખ સફાઇ કર્મચારી, 58000 ગ્રામ સભાઓના 20-20 મજૂરો લેવામા આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement