Varun Gandhi Tested Covid Positive: વરૂણ ગાંધીને થયો કોરોના, ટ્વવીટ કરી આપી જાણકારી, ચૂંટણી પંચને કરી આ માંગ
Varun Gandhi Tested Covid Positive: વરુણ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે ત્રણ દિવસ પીલીભીતમાં રહ્યા પછી, હું ખૂબ જ ગંભીર લક્ષણો સાથે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છું. તે
Varun Gandhi Tested Covid Positive: પીલીભીતના લોકસભા સાંસદ વરુણ ગાંધી કોરોના પોઝિટિવ આવ્યા છે. વરુણ ગાંધીએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. વરુણ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે ત્રણ દિવસ પીલીભીતમાં રહ્યા પછી, હું ખૂબ જ ગંભીર લક્ષણો સાથે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છું. તેમણે લખ્યું કે અમે ત્રીજા મોજા અને ચૂંટણી પ્રચારની વચ્ચે છીએ.ચૂંટણી પંચે ઉમેદવારો અને રાજકીય કાર્યકરોને પણ સાવચેતીનો ડોઝ આપવો જોઈએ.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા છે અને 327 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,863 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,53,603 પર પહોંચી છે. ગઈકાલે 1.41 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ કેસ 3623 થયા છે.
- એક્ટિવ કેસઃ 5,90,611
- કુલ ડિસ્ચાર્જઃ 3,44,53,603
- કુલ મૃત્યુઆંકઃ4,83,790
- કુલ રસીકરણઃ 151,57,60,645
ભારતમાં કેટલા છે ઓમિક્રોન કેસ
ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 3623પર પહોંચ્યા છે, જેમાંથી 1409 લોકો સાજા થઈ ગયા છે. રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું મોત થયું હતું અને તે ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મોત હતું. દેશના 27 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં 1009, દિલ્હીમાં 513, કર્ણાટક 441, રાજસ્થાનમાં 373, કેરળમાં 333, ગુજરાતમાં 204, તેલંગાણામાં 185, તમિલનાડુમાં 185, હરિયાણામાં 123, ઓડિશામાં 60, ઉત્તર પ્રદેશમાં 113 આંધ્રપ્રદેશમાં 28, પશ્ચિમ બંગાળમાં 27, પંજાબમાં 27, ગોવામાં 19, આસામમાં 9, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, મેઘાલયમાં 4, અંદામાન-નિકોબારમાં 3, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, પોંડિચેરીમાં 2, છત્તીસગઢમાં 1, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1, મણિપુરમાં 1 કેસ નોંધાયો છે.