શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: દિલ્હીમાં પાંચ દિવસ બાદ 5000થી ઓછા નવા કેસ, 42 દર્દીઓના મોત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 4001 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 42 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 4001 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 42 લોકોના મોત થયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મૃતકોની કુલ સંખ્યા 6604 પર પહોંચી છે.
અત્યાર સુધીમાં રાજધાની દિલ્હીમાં 3,96,371 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 3,56,459 દર્દી સ્વસ્થ થયા છે.
આ પહેલા દિલ્હીમાં સતત 5 દિવસ કોરોનાના 5 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. રવિવારે કોરોના વાયરસના સંક્રમણના 5,664, શનિવારે 5,062 અને શુક્રવારે 5,891 કેસ સામે આવ્યા હતા. ગુરૂવારે 5,739 અને બુધવારે 5,673 કેસ સામે આવ્યા હતા.
કેંદ્ર સરકારે કહ્યું કે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારાનું કારણ તહેવારોની સીઝન અને વધારે લોકોની અવર જવર તેમજ કોવિડ ગાઈડલાઈનમાં લાપરવાહીના કારણે આવ્યા છે.
કેંદ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની અધ્યક્ષતામાં થયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન દિલ્હીમાં કોવિડ 19ની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન તહેવારોની મોસમ અને તાપમાન ઓછુ થવાના કારમે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખતા કોવિડ 19ને રોકવાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion