શોધખોળ કરો
Advertisement
Coronavirus: છ મહિના બાદ દેશમાં નોંધાયા સૌથી ઓછા કેસ, મૃત્યુઆંક પહોંચ્યો 1.50 લાખ પર
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,375 નવા કેસ નોંધાયા છે અને 201 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. આ દરમિયાન છેલ્લા છ મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1.50 પહોંચ્યો છે, જ્યારે એક કરોડથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,375 નવા કેસ નોંધાયા છે અને 201 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,56,845 પર પહોંચી છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2,31,036 છે. દેશમાં 99,75,958 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,49,850 પર પહોંચ્યો છે.
આઈસીએમઆરના જણાવ્યા મુજબ, ત્રણ જાન્યુઆરી સુધીમાં દેશમાં કોરોના વાયરસના 17 કરોડ 65 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં પોઝિટિવિટી રેટ સાત ટકા છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના 20 હજારથી ઓછા કેસ છે. કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસમાં 40 ટકા મામલા કેરળ અને મહારાષ્ટ્રમાં છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં સૌથી વધારે રિકવરી થઈ છે. કુલ રિકવરીના 52 ટકા મામલા આ પાંચ રાજ્યોમાં છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 90 ટકાથી વધારે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion