શોધખોળ કરો
Advertisement
Coronavirus: કેરળના 93 વર્ષના વૃદ્ધ અને તેમની 88 વર્ષની પત્નીએ કોરોનાને આપી માત, થઈ ગયા સાજા
અધિકારીઓ અનુસાર, બે અલગ અલગ વીઆઈપી આઈસીયૂ રૂમમાં ભર્તી થવા પર દંપતી બેચેન અને અસહજ થઈ ગયા હતા.
નવી દિલ્હીઃ કેરળમાં 93 અને 88 વર્ષના ઉંમરના એક વૃદ્ધ દંપતી જેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તે હવે સાજા થઈ ગયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ આ જાણકારી આપી છે. તેમણે તેમના બાળકો અને પૌત્રથી આ સંક્રમણ લાગ્યું હતું જે ઇટલીની યાત્રા કરીને પરત ફર્યા હતા. પરિવારના તમામ સભ્યો આ જીવલેણ બિમારીથી સાજા થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રીના કાર્યાલય તરફતી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, “વૃદ્ધ દંપતી ખરેખર મોતના મુખમાંથી પાછા આવ્યા છે.” તેમને ડાયાબિટીસ, હાઈપરટેંશન અને વૃદ્ધત્વ સંબંધિત અન્ય બીમારીઓ હતી. આ વાયરસ મોટેભાગે વૃદ્ધ લોકો માટે ઘાતક ગણાય છે. દંપતી કોટાટ્યામ મેડિકલ કોલેજમાં ભર્તી છે.
અધિકારીઓ અનુસાર, બે અલગ અલગ વીઆઈપી આઈસીયૂ રૂમમાં ભર્તી થવા પર દંપતી બેચેન અને અસહજ થઈ ગયા હતા. બાદમાં તેમને ICUના રૂમમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા જ્યાંથી તે એક બીજાને જોઈ શકે. પ્રેસ રિલીઝમાં પણ એ કહેવામાં આવ્યું છે કે, વૃદ્ધ દંપતી ઘરે પરત જવા માટે અડગ હતા અને તેમણે ભોજનની પણ ના પાડી દીધી હતી, પરંતુ નર્સોએ તેમની દેખભાળ કરી.
જણાવીએ કે, દેશમાં અત્યાર સુધી 1613 લોકો કોરોના વાયરશી સંક્રમિત થઈ ગયા છે અને 35 લોકોના મોત થયા છે. 148 લોકો ઠીક થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મછે, જ્યાં 302 લોકો સંક્રમિત થયા છે. કેરળમાં 241 લોકો આ વાયરસની ઝપેટમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement