શોધખોળ કરો
Advertisement
Coronavirus: આજે સવારે 10 કલાકે રાષ્ટ્રને સંબોધિત કરશે PM મોદી, લોકડાઉન વધવાનું લગભગ નક્કી
પીએમ મોદીનો પ્રયત્ન રહેશે કે લોકડાઉન વધારવાની જાહેરાતથી કોઈપણ પ્રકારનું પેનિક ઉભું ન થાય.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરૂદ્ધ જંગને ધ્યાનમાં રાખતા લાગુ કરવામાં આવેલ 21 દિવસનું લોકડાઉન આજે પૂરું થઈ રહ્યું છે. લોકડાઉનના અંતિમ દિવસે આજે સવારે 10 કલાકે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. રાજ્યોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ લોકડાઉનને બે સપ્તાહ સુધી આગળ વધારવા પર સહમતિ બનતી જોવા મળી હતી. કહેવાય છે કે, પીએમ મોદી દેશને સંબોધનમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી શકે છે. કોરોના સંકટ દરમિયાન પીએમ મોદીનં દેશના નામે આ ત્રીજું સંબોધન હશે.
પીએમ મોદીનો પ્રયત્ન રહેશે કે લોકડાઉન વધારવાની જાહેરાતથી કોઈપણ પ્રકારનું પેનિક ઉભું ન થાય. પ્રધાનનમંત્રી જીવનજરૂરિયાત વસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા માટે સારી રીતે વ્યવસ્થા કરવા માટે જિલ્લા અને રાજ્ય સરકારોથી લઈને સ્વયંસેવી સંગઠનોને આગળ આવવાનું આહ્વાન કરશે. તેના માટે પીએમ પોતાના તમામ મંત્રાલયને રાજ્ય સરકારોની સાથે સમન્વય સ્થાપિત કરવાનો આદેશ પહેલા જ આપી ચૂક્યા છે.
આ રાજ્યોમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન જાહેરા
ઓડિશા, પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, અરૂણાચલ, પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણામાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય પહેલા જ લઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement