શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં કોરોનાના 9431 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 267 લોકોના મોત
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9431 નવા કેસ સામે આવ્યા છે અને 267 લોકોના મોત થયા છે.
મુંબઈ: દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 9431 નવા કેસ સામે આવ્યા છે અને 267 લોકોના મોત થયા છે. નવા કેસ સામે આવતા રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3 લાખ 75 હજાર 799 પર પહોંચી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકાર આપ છે.
સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યના કુલ પોઝિટિવ કેસમાંથી 1 લાખ 48 હજાર 601 એક્ટિવ કેસ છે. જ્યારે સારવાર બાદ અત્યાર સુધીમાં 2 લાખ 13 હજાર 238 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 56.74 ટકા છે.
જ્યારે બીએમસીએ જાણકારી આપી કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાના 1115 નવા કેસ સામે આવ્યા છે અને 57 લોકોના મોત થયા છે. શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 9 હજાર 96 થઈ ગઈ છે. તેમાંથી 80 હજાર 238 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. કોરોના સંક્રમણના કારણે શહેરમાં 6090 લોકોના મોત થયા છે.
મુંબઈના ધારાવીમાં રવિવારે કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે. આ વાતની જાણકારી બીએમસીએ આપી હતી. અહીં અત્યાર સુધીમાં 2531 કેસ સામે આવ્યા છે. તેમાંથી 113 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. ધારાવીમાં કોરોના સામે લડવાના વખાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કરી ચૂક્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement