(Source: ECI/ABP News/ABP Majha)
Corona Update:કોરોનાની બીજી લહેરથી દેશમાં હાહાકાર, ક્યા 2 રાજ્યોમાં સ્થિતિ વધુ ગંભીર,આપના રાજ્યમાં શું છે સ્થિતિ જાણો
કોરોના વાયરસ: છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 59 હજાર 118 નવા કેસ સામે આવ્યાં છે. તો દેશમાં કાલે કોરોનાથી 257 લોકોના મોત થયા. જાણો દેશમાં આજની સ્થિતિ શું છે.
Corona Update:દેશમાં કોરોના વાયરસ ફરીથી કેર વર્તાવી રહ્યો છે. દૈનિક કેસની સતત વધારો થઇ રહ્યો છે. એકવાર ફરી કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. ગત વર્ષે 12 ઓક્ટોબરે 2020માં 56 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. તો દેશમાં કાલે કોરોના કારણે 257 લોકોના મોત થઇ ગયા. જો કે કાલે 32 હજાર 987 લોકો રિકવર થયા જાણીએ આજની તાજા સ્થિતિ શું છે.
કોરોનાની દેશની વર્તમાન સ્થિતિ
- કુલ કેસ –એક કરોડ, 18 લાખ, 46 હજાર, 652 કેસ
- કુલ ડિસ્ચાર્જ – એક કરોડ 12 લાખ, 64 હજાર, 637
- કુલ એક્ટિવ કેસ 4 લાખ 21 હજાર, 66 કેસ
- કુલ મૃત્યુ –એક લાખ 60 હજાર, 949
- કુલ વેક્સિનેશન – 5 કરોડ 55 લાખ, 4 હજાર 440
મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થિતિ સૌથી વધુ ખરાબ
દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં 60 ટકાથી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. અહીં 75 ટકા એક્ટિવ કેસ માત્ર ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળથી છે. દેશમાં કુલ એક્ટિવ કેસના 63 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રમાં છે, કેરળમાં 6.22 % અને પંજાબમાં 5.19% છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 35,952 નવા કેસ સામે આવ્યાં છે. 20,444 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 111 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યામાં કુલ કેસની સંખ્યા 26 લાખ 833 સુધી પહોંચી ગઇ છે. જ્યારે 22 લાખ 83 હજાર લોકો ડિસ્ચાર્જ થાય છે. જયારે અત્યારસુધીમાં કુલ 53 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત, કેરળમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.