શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમનીમાં વિઝિટર્સને નહી મળે પ્રવેશ
પંજાબના અટારી સ્થિત ભારત-પાકિસ્તાન બોર્ડર પર દરરોજ થતી આ પ્રખ્યાત સમારોહનું આયોજન પર શનિવારે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હીઃ દુનિયાભરના અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. જેને જોતા અટારી-વાઘા બોર્ડર પર થતી બીટિંગ ધ રીટ્રીટ સેરેમની પર પ્રતિબંધ લગાવી દીધો છે. પંજાબના અટારી સ્થિત ભારત-પાકિસ્તાન બોર્ડર પર દરરોજ થતી આ પ્રખ્યાત સમારોહનું આયોજન પર શનિવારે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
નોંધનીય છે કે અટારી વાઘા બોર્ડર પર થતી બીટિંગ ધ રીટ્રીટ સેરેમની દરમિયાન ભારત તરફ બીએસએફ અને પાકિસ્તાન તરફથી રેન્જર્સ એકબીજા સામે આવીને પોતાના યુદ્ધ કૌશલનું પ્રદર્શન કરે છે અને હાથ મિલાવે છે. તે સિવાય બંન્ને દેશ સરહદ પર ધ્વજારોહણ કરે છે અને ધ્વજ ઉતારે છે. જોકે, સરકારના દિશા નિર્દેશો બાદ શનિવારે આ સેરેમની યોજાઇ નહોતી. અહી દરરોજ હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. અમૃતસરના ડેપ્યુટી કમિશનર શિવદુલાર સિંહ ઢિલ્લોને કહ્યું કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને અટારી-વાઘા બોર્ડર પર થતા સાર્વજનિક સમારોહ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરરોજ આ સમારોહમાં લગભગ 20-25 હજાર લોકો ભાગ લે છે.Border Security Force on suspension of Retreat ceremony at Atari:BSF troopers will continue performing Retreat ceremony. As per govt guidelines,congregations are to be avoided,hence visitors to ceremony will not be entertained & it will be conducted without visitors.#Coronavirus pic.twitter.com/8gDBhHiGFJ
— ANI (@ANI) March 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion