શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના બાદ વિશ્વના 11 કરોડથી વધુ બાળકો પર ખતરો, જાણો વિગતે
બંને સંસ્થાઓના કહેવા પ્રમાણે 24 દેશોમાં ઓરીની રસી આપવાનું અભિયાન પહેલાથી જ વિલંબમાં ચાલી રહ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સૌથી વધારે ખતરો વિશ્વભરના બાળકો પર પડતો જોવા મળી રહ્યો છે. યૂનિસેફ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસના કારણે વિશ્વભરના કરોડો બાળકોને ઓરીની રસી નથી મળી રહી. હાલ આ રસીની તંગી છે.
બંને સંસ્થાઓના કહેવા પ્રમાણે 24 દેશોમાં ઓરીની રસી આપવાનું અભિયાન પહેલાથી જ વિલંબમાં ચાલી રહ્યું છે. પરંતુ હવે કોરોના વાયરસની મહામારીના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવશે. યુનિસેફના રિપોર્ટમાં જણાવાયું છે કે 37 દેશમાં 11.7 કરોડથી વધારે બાળકો આ કારણે પ્રભાવિત થઈ ચુક્યા છે. જેમાંથી મોટાભાગના દેશો ઓરીના પ્રકોપવાળા દેશોમાં રહે છે.
વિશ્વભરના સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ગાઇડલાઇંસમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં કોવિડ-19 મહામારી દરમિયાન ઓરીથી પ્રભાવિત દેશોમાં રસી અભિયાન ચાલુ રાખવામાં મદદ કરવાનો લક્ષય છે.
કોરોના વાયરસના કારણે હાલ વિશ્વભરમાં 19 લાખથી વધારે લોકો સંક્રમિત છે. આ જીવલેણ વાયરસથી મૃતકોની સંખ્યા સવા લાખને પાર કરી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion