શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 21 હજારને પાર, 681ના મોત, જુઓ રાજ્યવાર આંકડા
દેશમાં સંક્રમણના સર્વાધિક મામલા મહારાષ્ટ્રમાં છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતના 49 મામલા સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21,393 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 681 લોકોના મોત થયા છે. જ્યારે 4257 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. ઉપરાંત 16454 એક્ટિવ કેસ છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતના 49 મામલા સામે આવ્યા છે.
સંક્રમણના કારણે દેશમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 269, ગુજરાતમાં 103, મધ્ય પ્રદેશમાં 80, દિલ્હીમાં 48, રાજસ્થાનમાં 27, આંધ્રપ્રદેશમાં 24, તેલંગાણામાં 23, ઉત્તરપ્રદેશમાં 21, તમિલનાડુમાં 18, કર્ણાટકમાં 17, પંજાબમાં 16, પશ્ચિમ બંગાળમાં 15, જમ્મુ-કાશ્મીરમાં પાંચ, કેરળ, ઝારખંડમાં 3-3, બિહારમાં બે, મેઘાલય, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને આસામમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં સંક્રમણના સર્વાધિક મામલા મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 5652, ગુજરાતમાં 2407, દિલ્હીમાં 2248, રાજસ્થાનમાં 1890, તમિલનાડુમાં 1629 અને મધ્યપ્રદેશમાં 1592 કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં સંક્રમિત મામલાની સંખ્યા વધીને 1492 થઈ ગઈ છે. જ્યારે તેલંગાણામાં 945, આંધ્રપ્રદેશમાં 813, કેરળમાં 438 મામલા નોંધાયા છે.India's total number of #Coronavirus positive cases rise to 21393 (including 16454 active cases, 4257 cured/discharged/migrated and 681 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/P9XZTVVU8R
— ANI (@ANI) April 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement