શોધખોળ કરો

Coronavirus Pandemic: કોરોના રોકવા હવે એક નહીં પણ બે માસ્ક પહેરો પણ આ માસ્ક કેવા હોવા જોઈએ ? માત્ર સર્જિકલ કે ફક્ત કોટન માસ્ક નહીં રોકી શકે કોરોના..

Mask Wearing: જ્યારે કોઈ વ્યક્તિ ભીડભાડવાળી જગ્યા પર જાય ત્યારે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું શક્ય નથી. તેથી ડબલ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોના કહેવના મુજબ સંક્રમિત વ્યક્તિ પાસેથી પસાર થવા છતાં ડબલ માસ્ક પહેર્યા હોવાથી ડ્રોપલેટ્સ તમારી નજીક પહોંચવાની શક્યતા ઘટી જાય છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.61 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને 879 લોકોના મોત થયા છે. કોવિડ-19થી બચવા માટે માસ્ક (Mask) પહેરવું ખૂબ જરૂરી છે. એક્સપર્ટના કહેવા મુજબ, ટ્રાન્સમિશન રોકવા માટે ડબલ માસ્ક શ્રેષ્ઠ વિકલ્પ (Double Mask) છે.

દિલ્હીની મેક્સ હોસ્પિટલના ડો. રોમેલે ટિકૂ અનુસારા કોરોના ટ્રાન્સમિશનથી બચવા માટે એક સર્જિકલ માસ્ક (Surgical Mask) અને એક કપડાંનું માસ્ક અથવા કપડાંના બે માસ્ક પહેરી શકાય છે. જો એન-95 (N95 Mask) હોય તો ડબલ માસ્ક પહેરવાની જરૂર નથી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ડો. રોમેલ ટિકૂએ કહ્યું, જ્યારે કોઈ વ્યક્તિ ભીડભાડવાળી જગ્યા પર જાય ત્યારે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું શક્ય નથી. તેથી ડબલ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોના કહેવના મુજબ સંક્રમિત વ્યક્તિ પાસેથી પસાર થવા છતાં ડબલ માસ્ક પહેર્યા હોવાથી ડ્રોપલેટ્સ તમારી નજીક પહોંચવાની શક્યતા ઘટી જાય છે.

અમેરિકન સેન્ટર ઓફ ડિસીઝ એન્ડ પ્રિવેંશન મુજબ કોરોના વાયરસથી બચવા માટે ડબલ માસ્ક પહેરેવું શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. સીડીસી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સ્ટડી મુજબ, કોવિડ-19થી બચવા ડબલ માસ્ક વધારે સુરક્ષિત છે. સ્ટડીમાં જોવા મળ્યું કે ડબલ માસ્ક વધારે સુરક્ષા આપે છે અને કોરોનાને ફેલાવાથી રોકે છે.

એક સાથે બે સર્જિકલ માસ્ક પહેરવા જોઈએ કે નહીં ?

અમેરિકન સીડીસીના કહેવા મુજબ એક સાથે બે ડિસ્પોઝેબલ સર્જિકલ માસ્ક ન પહેરવા જોઈએ. સર્જિકલ માસ્ક વાયરસ આવતાં અટકાવે છે પણ બે માસ્કથી ક્યારેક શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તેના બદલે એક સર્જિકલ માસ્ક અને એક કપડાંના માસ્કનું કોમ્બિનેશન શ્રેષ્ઠ છે.

જો N95 માસ્ક હોય તો

એક્સપર્ટના કહેવા મુજબ જો તમે એન 95 અથવા કેએન95 માસ્ક પહેર્યુ હોય તો તમારે ડબલ માસ્ક પહેરવાની જરૂર નથી.

સર્જિકલ માસ્કને આ રીતે પહેરો

સર્જિકલ માસ્કની દોરીને કાન પાછળથી કડક રીતે બાંધી દેવી જોઈએ. જેના કારણે ચહેરાનો સાઇડનો ભાગ ઢંકાઈ જાય છે અને તેથી ફિલ્ટરની ક્ષમતામાં 20 ટકા જેટલો વધારો થાય છે.

માસ્ક બરાબર બંધાયો છે કે નહીં આ રીતે કરો ચેક

તમારા માસ્કની બહારની કિનારીમાંથી તમારી આંગળી અંદર નાંખો. જો તેમ કરવાથી તમારી આંખો પાસેથી હવા બહાર નીકળવાનો અનુભવ થાય તો તમારે માસ્કને ઠીક કરીને જ્યાંથી ગેપ હોય તે બંધ કરવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget