શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર, 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 18,552 નવા કેસ
આંકડા પ્રમાણે દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 1,52,765 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં અનલોક-1માં છૂટછાટ આપ્યા બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર કરી ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમિતો નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 5,08,953 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 15,685 લોકોના મોત થયા છે. 2,95,881 લોકો સાજા થઈ ગયા છે અને 1,97,387 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 18,552 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 384 લોકોના મોત થયા છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 7106, દિલ્હીમાં 2492, ગુજરાતમાં 1771, મધ્યપ્રદેશમાં 546, આંધ્રપ્રદેશમાં 148, અરૂણાચલ પ્રદેશ 1, આસામમાં 9, બિહારમાં 58, ચંદીગઢમાં 6, છત્તીસગઢમાં 13, હરિયાણામાં 211, હિમાચલ પ્રદેશમાં 9, જમ્મુ-કાશ્મીરમાં 91, ઝારખંડમાં 12, કર્ણાટકમાં 180, કેરળમાં 22, મેઘાલયમાં 1, ઓડિશામાં 17, પુડ્ડુચેરીમાં 9, પંજાબમાં 122, રાજસ્થાનમાં 380, તમિલનાડુમાં 957, તેલંગાણામાં 237, ઉત્તરાખંડમાં 37, ઉત્તરપ્રદેશમાં 630 અને પશ્ચિમ બંગાળમાં 616 લોકોના મોત થયા છે.
આંકડા પ્રમાણે દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 1,52,765 પર પહોંચી છે. જે બાદ બીજા નંબર પર દિલ્હી છે. રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 77,240 થઈ છે. ત્રીજા નંબર પર તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 74,622 થઈ છે. ચોથા નંબર પર રહેલા ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 30,095 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion