શોધખોળ કરો
Advertisement
Corona Update: દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખને પાર, અત્યાર સુધીમાં 28 હજાર લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 587 લોકોના મોત થયા છે અને 37,148 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં બ્રાઝીલથી પણ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના એક્ટિવની કેસ સંખ્યા ચાર લાખને પાર કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 587 લોકોના મોત થયા છે અને 37,148 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,55,191 પર પહોંચી છે અને 28,084 લોકોના મોત થયા છે. 7,24,578 લોકો સાજા થઈ ગયા છે અને 4,02,529 એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement