શોધખોળ કરો
કોરોનાના કેરઃ દિલ્હીમાં એક જ દિવસામાં રેકોર્ડ 3630 નવા કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 57 હજારની નજીક પહોંચી
અધિકારીઓએ જણાવ્યુ કે દિલ્હીમાં બીજીવાર દિવસમાં સંક્રમણના 3000થી વધુ કેસો સામે આવ્યા છે. આ પહેલા 19 જૂને 3137 કેસો નોંધાયા હતા. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના બુલેટિનમાં કહેવામા આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં 77 લોકોના મોત થયા છે, આ પછી મૃતકોની સંખ્યા 2112 પર પહોંચી ગઇ છે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનો કેર યથાવત છે, અહીં એક જ દિવસમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. એક જ દિવસમાં રેકોર્ડ 3630 કેસો સામે આવ્યા બાદ શનિવારે સંક્રમિતોની સંખ્યા 56746 થઇ ગઇ છે. અધિકારીઓએ જણાવ્યુ કે દિલ્હીમાં બીજીવાર દિવસમાં સંક્રમણના 3000થી વધુ કેસો સામે આવ્યા છે. આ પહેલા 19 જૂને 3137 કેસો નોંધાયા હતા. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના બુલેટિનમાં કહેવામા આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં 77 લોકોના મોત થયા છે, આ પછી મૃતકોની સંખ્યા 2112 પર પહોંચી ગઇ છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કહ્યું કે, કૉવિડ-19થી સંક્રમિત એવા દર્દી, જેમને હૉસ્પીટલમાં ભરતી થવાની જરૂર નથી, અને જેની પાસે ઘરે અલગ રહેવાની સંબંધી સુવિધાઓ નથી, તેમને સંસ્થાગત આઇસૉલેશન કેન્દ્રમાં જવાની જરૂર પડશે. બેઠક બાદ ઉપરાજ્યપાલ મનિષ સિસોદિયાએ કહ્યું કે, ઘરથી અલગ રહેવાને લઇને ઉપરાજ્યપાલની આશંકા સંબંધી મુદ્દાને સૉલ્વ કરી દેવામાં આવ્યો છે, અને ઘરે અલગથી રહેવાની વ્યવસ્થા ચાલુ રહેશે.
પ્રતિકાત્મક તસ્વીર ઉપરાજ્યપાલે કૉવિડ-19ના તમામ દર્દીઓને પાંચ દિવસ સંસ્થાગત આઇસૉલેશનમાં રહેવા સંબંધી આદેશ આપ્યો હતો. આનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરોધ કર્યા હતો. દિલ્હી આપદા પ્રબંધન પ્રાધિકરણની શનિવારે થયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સિસોદિયાએ આ આદેશ વિરુદ્ધમાં વિરોધ નોંધાવ્યો હતો.
પ્રતિકાત્મક તસ્વીર ઉપરાજ્યપાલે કૉવિડ-19ના તમામ દર્દીઓને પાંચ દિવસ સંસ્થાગત આઇસૉલેશનમાં રહેવા સંબંધી આદેશ આપ્યો હતો. આનો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરોધ કર્યા હતો. દિલ્હી આપદા પ્રબંધન પ્રાધિકરણની શનિવારે થયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સિસોદિયાએ આ આદેશ વિરુદ્ધમાં વિરોધ નોંધાવ્યો હતો. વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















