શોધખોળ કરો
Advertisement
COVID 19: દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, મૃત્યુઆંક 1174 પર પહોંચ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સંક્રમિત 25007 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 8888 લોકો સાજા થઈ ગયા છે
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 1147 થઈ ગઈ છે. જ્યારે સંક્રમિત દર્દીઓનો આંકડો 35,043 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સંક્રમિત 25007 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 8888 લોકો સાજા થઈ ગયા છે અને એક વ્યક્તિ દેશમાંથી બહાર ગયો છે. દેશમાં કુલ સંક્રમિત લોકોમાં 111 વિદેશી નાગરિક છે.
છેલ્લા 24 કલાકમાં 1993 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એક દિવસમાં 73 લોકોના મોત થયા છે. સૌથી વધુ સંક્રમિત દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં 10498 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને તેમાંથી 459 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 1773 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.
કયા રાજ્યામાં કેટલા કેસ ?
આંધ્રપ્રદેશ- 1403, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-42, બિહાર-418, ચંદીગઢ-56, છત્તીસગઢ-40, દિલ્હી-3515, ગોવા-7, ગુજરાત- 4395, હરિયાણામાં-313, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-614, ઝારખંડ-109, કર્ણાટક- 535, કેરળ-497, લદાખ-22, મધ્યપ્રદેશ-2660, મહારાષ્ટ્ર- 10498, મણિપુર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-142, પોંડીચેરી-8, પંજાબ-357, રાજસ્થાન-2584, તમિલનાડુ-2323, તેલંગણા-1038, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-57, ઉત્તર પ્રદેશ-2203 અને પશ્ચિમ બંગાળ-795 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
કયા રાજ્યમાં કેટલા મોત ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના આંકડા અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 459 લોકોનાં મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 214, મધ્યપ્રદેશમાં-137, તેલંગણામાં 26, દિલ્હીમાં 59, પંજાબમાં 19, પશ્ચિમ બંગાળ 33, કર્ણાટકમાં 21, ઉત્તર પ્રદેશ 39, રાજસ્થાન-28, કેરળ-4, જમ્મુ-કાશ્મીરમાં 8, આંધ્રપ્રદેશ 31, બિહાર -2, તમિલનાડુ-27, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક એક મોત થયા છે.
કોરોના વાયરસ વિરુધ્ધની જંગમાં રાહતના સમાચાર એ પણ છે કે, દેશમાં ડબલિંગ રેટની સાથે રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે “કોવિડ-19ના દર્દીઓના સ્વસ્થ થવાનો દર છેલ્લા 14 દિવસમાં 13.06 ટકાથી વધીને હવે 25 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 3.2 ટકા છે. જેમાં 65 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ સામેલ છે.” તેઓએ જણાવ્યું કે, કોરોનાના કેસ હવે 11 દિવસમાં ડબલ થઈ રહ્યાં છે, લોકડાઉન પહેલા 3.4 દિવસમાં ડબલ થઈ રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion