શોધખોળ કરો

Covid-19ના ખાત્મા માટે BCG વેક્સીનનું ટ્રાયલ શરૂ, દેશની પાંચ સંસ્થાઓને સોંપવામાં આવી રિસર્ચની જવાબદારી

રોહતક પીજીઆઈમાં 175 લોકો પર બીસીજીની રસીનું પરીક્ષણ કરવામાં આવશે.બેસિલ કાલ્મેટ ગુએરિન(BCG) રસી ભારતમાં બાળકના જન્મ બાદ આપવામાં આવે છે.

નવી દિલ્હી: શું બીસીજીની વેક્સીનથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર થઈ શકે છે? હવે તેના માટે બીસીજી વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. બીસીજીની રસીથી કોરોના સામે લડવાની સંભાવનાઓ શોધવા માટે રિસર્ચ શરૂ થઈ ગયું છે. ક્લીનિકલ ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. બેસિલ કાલ્મેટ ગુએરિન(BCG) રસી ભારતમાં બાળકના જન્મ બાદ આપવામાં આવે છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(ડીસીજીઆઈ)એ દેશના 5 મેડિલક સંસ્થાને વેક્સીનની ટ્રાયલની જવાબદારી સોંપી છે. આ સંસ્થાઓમાં હરિયાણાના રોહતકની Pandit Bhagwat Dayal Sharma Post Graduate Institute of Medical Sciences પણ સામેલ છે. રોહતક પીજીઆઈમાં આ સંશોધનની જવાબદારી સંસ્થાના કમ્યુનિટી મેડિસિન વિભાગને સોંપવામાં આવી છે. રોહતક પીજીઆઈના પ્રિન્સિપલ પ્રોફેસર સવિતા વર્માએ જણાવ્યું કે, વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ છે. પોઝિટિવ પેશન્ટના સંપર્કમાં જે મેડિકલ સ્ટાફ અને ફેમિલીવાળા આવી રહ્યાં છે, ટ્રાયલમાં એ રિસર્ચ કરવા આવી રહ્યું છે કે, શું તે સંક્રમણને રોકી રહ્યું છે. એનો મતલબ એ કે, ટીબીની બીમારીમાં કામ આવતી બીસીજીની વેક્સીનનું ટ્રાયલ તે લોકો પર કરવામાં આવશે, જે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની નજીક રહ્યા હોય. જેમાં ડોક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ સામેલ છે. એટલું જ નહીં કોરોના પોઝિટિવ દર્દીઓના પરિવાર પર પણ ટ્રાયલ કરવામાં આવશે. રોહતક પીજીઆઈમાં 175 લોકો પર બીસીજીની રસીનું પરીક્ષણ કરવામાં આવશે. રસી લગાવ્યાના 6 મહીના સુધી આવા લોકોનું મેડિકલ ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. Special Centre for Molecular Medicine ના પ્રોફેસરે જણાવ્યું કે, બીસીજી રસી અમેરિકા, ઈટાલી, સ્પેન, નેધરલેન્ડમાં નથી આપવામાં આવતી અને અહીં કોરોનાનો પ્રકોપ વધારે છે, જ્યારે બ્રાઝીલ, જાપાન બીસીજી રસી પોતાના દેશમાં આપે છે, તો ત્યાં કોવિડનો રેટ ઓછો છે. જો કે, AIIMSના ડાયરેક્ટર પ્રોફેસર રણદીપ ગુલેરિયા કહે છે કે, બીસીજીની રસીથી કોરોનાની સારવારના કોઈ પ્રમાણ હજુ મળ્યા નથી. બીસીજીની રસી કોરોના સામે લડવા મોટું હથિયાર સાબિત થઈ શકે છે કે નહીં, તેના માટે દેશની પાંચ મોટી મેડિકલ સંસ્થાઓને રિસર્ચનું કામ સોંપવામાં આવ્યું છે. પરંતુ તેના પરિણા આવવામાં સમય લાગશે કારણ કે આ ટ્રાયલની પ્રક્રિયા લાંબી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget