મોદી સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં, ઉત્તરાખંડના CM સાથે ઉદઘાટન કાર્યક્રમમાં લીધો હતો ભાગ
કિરણ રિજિજૂએ કહ્યું કે, મારા સંપર્કમાં આવેલા તમામ લોકોએ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લેવી. ઉલ્લેખનીય છે કે, રિજિજૂએ આસામની ચૂંટણી દરમિયાન ઘણી રેલીઓ અને ચૂંટણી કાર્યક્રમોને સંબોધન કર્યા હતા.
![મોદી સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં, ઉત્તરાખંડના CM સાથે ઉદઘાટન કાર્યક્રમમાં લીધો હતો ભાગ Coronavirus Update: Sports Minister Kiren Rijiju tested positive for coronavirus મોદી સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં, ઉત્તરાખંડના CM સાથે ઉદઘાટન કાર્યક્રમમાં લીધો હતો ભાગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/17/ff3a20cf44be4a56bc74eefcff8f74d3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કાળો કહેર વર્તાવ્યો છે. કેન્દ્ર સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ખેલ મંત્રી કિરેન રિજિજૂ (Sports Minister Kiren Rijiju) કોરોના પોઝિટિવ ( Corona Positive) આવ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ તેમની સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરવાની અપીલ કરી છે.
રિજિજુ શુક્રવારે ટિહરીમાં ‘વોટર સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર ઇન્સ્ટિટ્યૂટ’ ના ઉદઘાટન માટે ઉત્તરાખંડ ગયા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત પણ તેમની સાથે હતા જે તાજેતરમાં આ સંક્રમણથી સ્વસ્થ થયા છે.
રિજિજુએ ટ્વિટ કરીને કહ્યું કે, મારા સંપર્કમાં આવેલા તમામ લોકોએ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લેવી. ઉલ્લેખનીય છે કે, કિરેન રિજિજૂ (Kiren Rijiju)એ બંગાળ અને આસામની ચૂંટણી દરમિયાન રેલીઓ અને ચૂંટણી કાર્યક્રમોને સંબોધન કર્યા હતા.
ખેલ પ્રધાન કિરેન રિજિજુ (Sports Minister Kiren Rijiju) એ શનિવારે ટ્વિટમાં જણાવ્યું હતું કે, તેઓનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તેઓ સંપૂર્ણ રીતે ફીટ અનુભવી રહ્યાં છે. રિજિજુએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, કોવિડ -19 ની બીજીવાર તપાસ કર્યા બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોકટરોની સલાહ લઈ રહ્યો છું. હું તમામ લોકોને વિનંતી કરું છું કે જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાનું ધ્યાન રાખે અને ટેસ્ટ કરાવે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,34,692 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1341 લોકોના મોત થયા છે. જોકે 1,23,354 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 45 લાખ 26 હજાર 609
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 26 લાખ 71 હજાર 220
- કુલ એક્ટિવ કેસ - 16 લાખ 79 હજાર 740
- કુલ મોત - 1 લાખ 75 હજાર 649
AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોના રસીકરણ શરૂ થયા બાદ અને કોરોના કેસમાં ઘટાડો આવતા લોકોએ કોવિડના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી. જેના કારણે કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે.
ડો.ગુલેરિયાએ કહ્યું કે, આ એક એવો સમય છે જ્યારે આપણા દેશમાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે અને ચૂંટણીઓ પણ ચાલી રહી છે. આપણે સમજવું જોઈએ કે જીવન પણ મહત્વપૂર્ણ છે. આપણે તેને મર્યાદિત રીતે કરી શકીએ છે જેથી ધાર્મિક ભાવનાઓને નુકસાન ન થાય અને કોવિડની માર્ગદર્શિકાનું પાલન પણ કરી શકાઈ.
રિજિજુ શુક્રવારે ટિહરીમાં ‘વોટર સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર ઇન્સ્ટિટ્યૂટ’ ના ઉદઘાટન માટે ઉત્તરાખંડ ગયા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત પણ તેમની સાથે હતા જે તાજેતરમાં આ સંક્રમણથી સ્વસ્થ થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)