શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં COVID-19ની રસી Covaxin આ તારીખ સુધીમાં થઈ શકે છે લોન્ચ, 7 જુલાઈથી શરૂ થશે હ્યૂમન ટ્રાયલ
આ રસીને હૈદ્રાબાદની ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેકે તૈયાર કરી છે. નોંધનીય છે કે, હાલમાં થોડા દિવસ પહેલા જ કંપનીને પોતાની વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ કરવા માટે મંજૂરી મળી હતી.
નવી દિલ્હીઃ ભારતમાં તૈયાર કરવામાં આવી રહેલ કોરોના વાયરસની રસી Covaxin 15 ઓગષ્ટ સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ રસી બનાવી રહેલ કંપની ભારતય બાયોટેક Covaxin લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન ક્લીનિકલ ટ્રાયલ પુરું કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)એ સમયસર તમામ કાર્યવાહી પૂરી કરવા માટે કહ્યું છે.
આ રસીને હૈદ્રાબાદની ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેકે તૈયાર કરી છે. નોંધનીય છે કે, હાલમાં થોડા દિવસ પહેલા જ કંપનીને પોતાની વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ કરવા માટે મંજૂરી મળી હતી. આઈસીએમઆરના ડીજી ડો. બલરામ ભાર્ગવે વિભાગીય પત્રમાં કહ્યું છે કે, 7 જુલાઈથી આ રસીનું હ્યૂમન ટ્રાયલ શરૂ થશે. જેમાં વિલંબ ન થવો જોઈએ, જેથી આ વેક્સીનને 15 ઓગસ્ટ સુધીમાં બજારમાં લોન્ચ કરી શકાય. આ વેક્સીનને તૈયાર કરવામાં ભારત બાયોટેક અને આઈસીએમઆર ભાગીદાર છે.
ભારત સરકારે આ પહેલા સ્વદેશી કોવિડ-19 વેક્સીનનું હાલમાં 30 જૂનના રોજ હ્યૂમન ટ્રાયલ માટે મંજૂરી આપી હતી. ભારત બાયોટેક તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીએ આ વેક્સીનને આઈસીએમઆર અને એનઆઈવીની સાથે મળીને તેને વિકસિત કરી છે. આ વેક્સીનના હ્યૂમન ટ્રાયલ માટે ડીસીજીઆઈ તરફતી લીલી ઝંડી મળી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion