શોધખોળ કરો
Advertisement
ભારતમાં બહુ વપરાતી આ દવાના લીધે હૃદયની તકલીફના કારણે મોતનું જોખમ વધતાં WHOએ ટ્રાયલ પર પ્રતિબંધ મૂક્યો, જાણો વિગત
WHOએ સોમવારે કહ્યું કે, તેણે સાવચેતીના ભાગરૂપે હાઈડ્રોક્સી ક્લોરોક્વીનનું કોરોના વાયરસની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ કામચલાઉ ધોરણે બંધ કર્યું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા પ્રપોકને જોતા દરેક દેશમાં તેની દવા શોધવામાં આવી રહી છે. અનેક દેશોએ કોરોના સંક્રમિત દર્દીને સાજા કરવા માટે હાઈડ્રોઓક્સી ક્લોરોક્વીનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. WHOએ કહ્યું કે, મલેરિયાની આ દવા કોરોના માટે ઉપયોગમાં ન લેવામાં આવે.
WHOએ સોમવારે કહ્યું કે, તેણે સાવચેતીના ભાગરૂપે હાઈડ્રોક્સી ક્લોરોક્વીનનું કોરોના વાયરસની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ કામચલાઉ ધોરણે બંધ કર્યું છે. WHOનું કહેવું છે કે, તે આ નિર્ણય એ રિપોર્ટના આધારે લઈ રહીછે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના સંક્રમિત દર્દી માટે હાઈડ્રોક્સી ક્લોરોક્વીનના ઉપયોગથી કોરોનાના દર્દીના મોતની શક્યતા વધી જાય છે. લેન્સેટમાં પ્રકાશિત એક સંશોધનથી એ વાત સામે આવી છે કે જે લોકો હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવા લઈ રહ્યા હતા, તેમાં હૃદય સંબંધી બીમારીનું જોખમ અને અહીં સુધી કે મૃત્યુ થવાની આશંકા વધી ગઈ હતી.
નોંધનીય છે કે, WHOના એક વરિષ્ઠ અધિકારીએ થોડા દિવસ પહેલા જ મલેરિયા અને અન્ય બીમારીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા હાઈડ્રોક્સી ક્લોરોક્વીન અથવા ક્લોરોક્વિનનો કોવિડ-19 કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાને લઈને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “આ દવાઓનું ક્લિનિકલ ટ્રાયલમાં ઉપયોગ માટે રિઝર્વ કરવાની જરૂરત છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement