શોધખોળ કરો

Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી

Prajwal Revanna Case: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેમાં SITએ પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી કરવાની પરવાનગી માંગી હતી.

Prajwal Revanna Case: કર્ણાટકની હાસન બેઠકના સાંસદ અને  ચૂંટણીમાં ભાજપના સહયોગી જેડીએસના સસ્પેન્ડડ ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના આ દિવસોમાં સમાચારોમાં છે. તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ગયા મહિને, પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણીનો, સેંકડો વીડિયો રેકોર્ડ કરવાનો, ધમકી આપવાનો અને ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રેવન્ના સાથે જોડાયેલા અનેક વાયરલ વીડિયો સામે આવ્યા બાદ મામલો વધુ વેગ પકડ્યો હતો.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડેડ નેતા પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જ્યાં કર્ણાટકની SITએ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાની મંજૂરી માંગી હતી.

આ રીતે મામલો પ્રકાશમાં આવ્યો

કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા 26 એપ્રિલના રોજ હસનમાં સેંકડો પેન ડ્રાઈવ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આ પેન ડ્રાઈવમાં 2900થી વધુ વીડિયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયો પ્રજ્વલ રેવન્નાએ કથિત રીતે રેકોર્ડ કર્યા હતા. આ પછી તેમને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યા હતા. કર્ણાટક સરકારે જ્યારે રાજ્ય મહિલા આયોગના વડા નાગલક્ષ્મી ચૌધરીએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને ડીજીપીને પત્ર લખ્યો ત્યારે આ બાબતની નોંધ લીધી.

બીજી તરફ મહિલા આયોગના વડા નાગલક્ષ્મી ચૌધરીએ કહ્યું હતું કે, હસનમાં પેનડ્રાઈવમાં મહિલાઓના અશ્લીલ વીડિયો વહેંચવામાં આવી રહ્યા છે. જેને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. મહિલા આયોગને આ મામલે પેન ડ્રાઈવ અને ફરિયાદ પણ મળી છે. આના પર મહિલા આયોગે સીએમ અને પોલીસને લખેલા પત્રમાં વીડિયો રેકોર્ડિંગ અને વિતરિત કરનારાઓ સામે તપાસ અને કાર્યવાહીની માંગ કરી હતી, ત્યારબાદ કર્ણાટક સરકારે 27 એપ્રિલે SITની રચના કરી અને તપાસનો આદેશ આપ્યો હતો.

જાણો કોણ છે પ્રજ્વલ રેવન્ના?

નોંધનીય છે કે 33 વર્ષીય પ્રજ્વલ રેવન્ના ગૌડા પરિવારની ત્રીજી પેઢીના સભ્ય છે. તે કર્ણાટકના પૂર્વ PWD મંત્રી એચડી રેવન્નાના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ભત્રીજા છે. એચડી રેવન્ના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાના પુત્ર છે. જ્યારે પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર છે.

પ્રજ્વલ રેવન્નાએ 2014માં બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી મેળવી હતી. તે પછી તે રાજકારણમાં સક્રિય થયો. જ્યારે, પ્રજ્વલ રેવન્ના હસનથી JDS અને NDAના સંયુક્ત ઉમેદવાર હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget