DRDOએ બનાવેલી કોરોનાની દવા 2-DG લૉન્ચ, આજથી દર્દીઓને આપવામાં આવી શકશે
DRDOના વૈજ્ઞાનિકોની રિસર્ચ અને સખત મહેનત બાદ ભારતે કોરોના વિરુદ્ધ આ દવા તૈયાર કરી લીધી છે, જેનાથી લોકોને રાહત મળવાની પુરેપુરી આશા છે. ઉલ્લેખનીય છે કે 2-DG દવાના 10 હજાર ડૉઝનો પહેલો જથ્થો આજે લૉન્ચ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ની સામે દેશમાં લડત આપવા માટે તૈયાર કરવામાં આવેલી 2-DG દવાને આજે લૉન્ચ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે DRDOના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલી 2-DG દવા લૉન્ચ કરી દીધી છે. આ ખાસ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ કે જે દર્દીઓ વધુ ગંભીર છે, તેમને આ દવા નહીં આપવામાં આવે, પરંતુ જેની અંદર કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, તેમને તે આ દવા આજથી આપવાની શરૂ કરી દેવામાં આવશે.
DRDOના વૈજ્ઞાનિકોની રિસર્ચ અને સખત મહેનત બાદ ભારતે કોરોના વિરુદ્ધ આ દવા તૈયાર કરી લીધી છે, જેનાથી લોકોને રાહત મળવાની પુરેપુરી આશા છે. ઉલ્લેખનીય છે કે 2-DG દવાના 10 હજાર ડૉઝનો પહેલો જથ્થો આજે લૉન્ચ કરવામાં આવ્યો છે.
DRDOના અધિકારીએ જણાવ્યુ કે આ દવા દર્દીઓને જલ્દી રિક્વરી માટે મદદ કરશે, અને તેની ઓક્સિજન પરની નિર્ભરતાને પણ ખુબ ઓછી કરી દે છે. દવા નિર્માતા ભવિષ્યમાં આના ઉપયોગ માટે દવાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવા પર કામ કરી રહ્યાં છીએ. દવા ડૉક્ટર અનંત નારાયણ ભટ્ટની સાથે વૈજ્ઞાનિકોની એક ટીમને બનાવી છે.
કોરોનાની દવામાં શું છે?
આ દવાને ફેઝ 2 અને ફેઝ 3ના ક્લિનિકલ ટ્રાયલમાં ખુબ સારુ પ્રદર્શન કર્યુ છે. મેથી ઓક્ટોબરની વચ્ચે થયેલા ટ્રાયલમાં દવાને કૉવિડ દર્દીઓ પર કામ કર્યુ, અને આ સુરક્ષિત પણ રહી. દવાના ઉપયોગથી હૉસ્પીટલમાં ભરતીના દિવસે પણ ઓછા રહ્યાં અને ઓક્સિજન સપોર્ટ પણ નથી લેવા પડ્યા. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ દવા એક રીતે સૂડો ગ્લૂકૉઝ મોલેકલ છે, જે કોરોના વાયરસને વધતો અટકાવે છે આ દવા દુનિયાની તે ખાસ દવાઓમાં સામેલ થઇ ગઇ છે, જે ખાસ રીતે કૉવિડને રોકવા માટે બનાવવામા આવી છે.
દવાના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી....
ભારતના ઔષધિ મહાનિયંત્રક (ડીસીજીઆઇ)એ 8 મેએ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી કૉવિડ વિરોધી દવાના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. મોં દ્વારા લેવામાં આવનારી આ દવાને કોરોના વાયરસના માધ્યમથી ગંભીર લક્ષણના દર્દીઓના ઇલાજમાં ઉપયોગ કરવાની અનુમતિ સહાયક પદ્ધતિના રૂપમાં આપવામાં આવી છે. 2-DG દવા પાવડરના રૂપમાં પેકેટમાં આવે છે, આને પાણીમાં ઓગાળીને પીવાની હોય છે.