શોધખોળ કરો
Advertisement
COVID 19: દેશમાં 46711 લોકો સંક્રમિત, 13 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 46711 પર પહોંચી છે. જેમાં 13161 લોકો સ્વસ્થ થયા છે અને 1583 દર્દીઓના મોત થયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 46711 પર પહોંચી છે. જેમાં 13161 લોકો સ્વસ્થ થયા છે અને 1583 દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સાંજે સાડા પાંચ વાગ્યે આ આંકડા જાહેર કર્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં રિકવરી રેટ હાલના સમયમાં આશરે 27 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ઘણી જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહી થતું હોવા પર કહ્યું કોવિડ-19 સામે લડવા સહજ છીએ પરંતુ એક ભૂલ ગંભીર પરિણામ લાવી શકે છે.
દેશમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ અખિલ ભારતીય આયુવિર્જ્ઞાન સંસ્થાન એમ્સના નિર્દેશક રણદપી ગુલેરિયાએ આજે કહ્યું, કોવિડ-19નો ગ્રાફ અત્યાર સુધીમાં સમતલ રહ્યો છે પરંતુ સતત એક જ ઝડપથી કેસની સંખ્યામાં વધારો ચિંતાનો વિષય છે.
આ સાથે જ લવ અગ્રવાલે કહ્યું કે આજે જીઓએમની બેઠક થઈ જેમાં નોન કોવિડ હોસ્પિટલમાં પીપીઈ કિટના ઉપયોગ પર એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હાઈ રિસ્ક,મૉડરેટર એરિયા અને અલગ અલગ વિસ્તારના હિસાબની શું પ્રીકોશન લેવાનું છે તેને લઈને નવા નિર્દેશ જાહેર કરાયા છે. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોએ યોગ્ય સમય પર પોતાને ત્યાંના કેસની જાણકારી નથી આપી, હવે ત્યાંથી કેસ આવી રહ્યા છે. અમે કન્ટેનમેન્ટ જોનના આધાર પર કામ કરી રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement