શોધખોળ કરો
Advertisement
કોરોનાના ઇલાજ માટેની ભારતની પહેલી દવા FabiFlu લૉન્ચ, જાણો કેટલા રૂપિયામાં મળશે એક ટેબલેટ
નોંધનીય છે કે કોરોનાના ઇલાજ દરમિયાન આ પહેલા રેમડેસિવિર અને બીજી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ ફેબિફ્લૂ પહેલી એવી દવા છે જેના ખાઇ શકાશે
મુંબઇઃ દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે, અત્યાર સુધી કુલ 4 લાખ 25 હજાર 282 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. દુનિયાભરમાં આ વાયરસની વેક્સિન બનાવવા માટે પુરજોશમાં પ્રયત્નો થઇ રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં આવેલી ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલે આ વાયરસના ઇલાજ માટે દવા લૉન્ચ કરી દીધી છે, આની કિંમત 103 રૂપિયા પ્રતિ ટેબલેટ રાખવામાં આવી છે.
આ પહેલા શુક્રવારે કંપનીએ આ વાતની જાણકારી આપી હતી કે તેને સરકાર તરફથી એન્ટીવાયરલ દવા FabiFlu -ફેબિફ્લૂના માર્કેટિંગ અને મેન્યૂફેક્ચરિંગનુ અપ્રૂવલ મળી ગયુ છે.
કંપનીએ શુક્રવારે કહ્યું હતુ કે તેને ભારતીય ઔષધિ મહાનિયંત્રક (ડીજીસીઆઇ) પાસેથી આ દવાને બનાવટ અને વેચાણની અનુમતી મળી ગઇ છે. કંપની કહ્યું કે, FabiFlu ફેબિફ્લૂ કૉવિડ-19ની સારવાર માટે પહેલી ખાવાવાળી ફેબિપિરાવિર દવા છે, જેને મંજૂરી મળી છે.
ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલના ચેરમેન અને પ્રબંધ નિદેશક ગ્લેન સલ્દાન્હાએ કહ્યું- આ મંજૂરી એવા સમયે મળી છે, જ્યારે ભારતમાં કોરોના વયારસના કેસો પહેલાની સરખામણીમાં ઝડપથી વધી રહ્યાં છે. આનાથી આપણા સ્વાસ્થ્ય સેવા પ્રણાલી ખુબ દબાણમાં છે. તેમને આશા છે કે FabiFlu જેવી દવાથી કોરોનાની સારવારમાં મદદ મળશે.
નોંધનીય છે કે કોરોનાના ઇલાજ દરમિયાન આ પહેલા રેમડેસિવિર અને બીજી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ ફેબિફ્લૂ પહેલી એવી દવા છે જેના ખાઇ શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion