દેશમાં Omicron વેરિઅન્ટના અત્યાર સુધીમાં 25 કેસની પુષ્ટી થઈ, સરકારે આપી આ ચેતવણી
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, મહારાષ્ટ્રમાં 10, કર્ણાટકમાં 2, દિલ્હીમાં 1 વ્યક્તિમાં આ સંક્રમણની પુષ્ટિ થઈ છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 25 કેસની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે આ માહિતી આપી હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, મહારાષ્ટ્રમાં 10, કર્ણાટકમાં 2, દિલ્હીમાં 1 વ્યક્તિમાં આ સંક્રમણની પુષ્ટિ થઈ છે. મોટાભાગના દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. લવ અગ્રવાલે કહ્યું કે વિશ્વભરના 59 દેશોમાં ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે.
ICMR અધિકારીએ જણાવ્યું હતું કે તબીબી રીતે Omicron એ હજુ સુધી આરોગ્ય પ્રણાલી પર બોજ વધાર્યો નથી, પરંતુ તકેદારી રાખવી જરુરી છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું કે WHO અને અમે સતત ચેતવણી આપીએ છીએ કે લોકોએ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ. લોકો માસ્ક પહેરવાનું ઓછું કરી રહ્યા છે. આપણે વૈશ્વિક પરિસ્થિતિમાંથી શીખવું જોઈએ. દરેક વ્યક્તિએ રસી લેવી જોઈએ. બેદરકારી ન દાખવવી જોઈએ. ઓમિક્રોન અને અન્ય પ્રકારો ડરામણા છે. બ્રિટનમાં કેસ સતત વધી રહ્યા છે. તેથી સાવચેત રહેવું વધુ સારું છે.
તમને જણાવી દઈએ કે બ્રિટનમાં ગુરુવારે સંક્રમણના 249 નવા કેસ આવવાની સાથે જ કોવિડ-19ના ઓમિક્રોન સ્વરૂપના કેસ એક દિવસમાં લગભગ બમણા થઈ ગયા છે. આ સાથે, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 817 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં કુલ નવા કેસોમાંથી 52% થી વધુ કેસ કેરળમાંથી નોંધાયા છે. દેશમાં બે રાજ્યો એવા છે જ્યાં 10,000થી વધુ એક્ટિવ કેસ છે. તેઓ કેરળ અને મહારાષ્ટ્ર છે. કેરળમાં દેશમાં 43% સક્રિય કેસ છે.
દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 8 હજાર 503 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 624 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 23 કેસ નોંધાયા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
અત્યાર સુધીમાં 4 લાખ 74 હજાર 735 લોકોના મોત થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 94 હજાર 943 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 74 હજાર 735 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 7678 રિકવરી થઈ હતી, જે બાદ અત્યાર સુધીમાં 3 કરોડ 41 લાખ 5 હજાર 66 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.