PM મોદીના જન્મદિવસ પર વેક્સિનેશનનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 2 કરોડથી વધુ ડોઝ અપાયા
આજે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વેક્સીન સેવા અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાનમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2 કરોડથી વધારે કોવિડ 19 વેક્સીનના ડોઝ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
નવી દિલ્હી: આજે શુક્રવારે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વેક્સીન સેવા અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાનમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2 કરોડથી વધારે કોવિડ 19 વેક્સીનના ડોઝ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વેક્સીન સેવા અભિયાનના દિવસે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી સ્થિત હોસ્પિટલમાં ચાલી રહેલા વેક્સીનેશન કામગીરી જોવા માટે પહોંચ્યા હતા.
જ્યારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી હોસ્પિટલમાં વેક્સીનેશન અભિયાનની કામગીરી જોઈ રહ્યા હતા એ જ સમયે દેશમાં એક જ દિવસમાં 2 કરોડ લોકોને વેક્સીન આપવાનો આંકડો સાંજે પાંચ વાગ્યે પાર થયો હતો. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મેળવવામાં આવેલી આ ઉપલબ્ધિ પર સ્વાસ્થ્ય મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. ખુશી વ્યક્ત કરતા મનસુખ માંડવિયાએ બંને હાથની મુઠ્ઠી બાંધીને હવામાં ઉઠાવી અને કહ્યું આપણે કરી બતાવ્યું (We Did It)
આ ઉપલબ્ધિ પર તેમણે વેક્સીનેશન અભિયાનમાં લાગેલા તમામ સ્વાસ્થ્યકર્મીઓને શુભેચ્છાઓ આપી અને કહ્યું કે તમારા પ્રયાસોથી દેશ આ ઉપલબ્ધિ મેળવી શક્યો. મનસુખ માંડવિયાએ દેશની આ મોટી ઉપલબ્ધિ પર સફદરજંગ હોસ્પિટલમાં વેક્સીનેશન અભિયાનમાં લાગેલા તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને વેક્સીનેશન અભિયાનમાં લાગેલા તમામ સેવા-સહયોગીઓનું મોઢુ મીઠુ કરાવ્યું અને તેમની સાથે ઉપલબ્ધિની ખુશી શેર કરી હતી.
આ ઉપલબ્ધિ પર જ્યારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી પાસે મીડિયાએ બાઈટનો આગ્રહ કર્યો તો મનસુખ માંડવિયાએ કહ્યું આજે આ તકે માત્ર બે શબ્દ કહેવા માંગુ છું. મનસુખ માંડવિયાએ કહ્યું, 'Thank you All Health Workers and Well Done India'।