Delhi News: DCW અધ્યક્ષ Swati Maliwalના ઘર પર હુમલો, મુખ્યમંત્રી કેજરીવાલે શું આપ્યું નિવેદન ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માલીવાલ પરના આ હુમલાની આકરી ટીકા કરી છે
Delhi News: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સોમવારે સવારે કેટલાક હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસ્યા હતા જેમણે તેમની અને તેમની માતાની કારને તોડી નાખી હતી. જોકે તે સદનસીબે તે સમયે સ્વાતિ માલીવાલ અને તેમની માતા ઘરે હાજર નહોતા. પરંતુ જ્યારે તેઓએ ઘરે આવીને જોયું તો તેની અને તેમની માતાની કારનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલે આ સમગ્ર મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
अभी कुछ देर पहले मेरे घर पर कोई हमलावर घुस आया और उसने हमला किया। मेरी और मेरी माँ की गाड़ी बुरी तरह से तोड़ दी और घर में घुसने की कोशिश की। शुक्र है मैं और मेरी माँ दोनो घर पे नहीं थे, वरना पता नहीं क्या होता! कुछ भी करलो, मैं डरूँगी नहीं। @DelhiPolice को कम्प्लेन कर रही हूँ। pic.twitter.com/yQZSoMJl8s
— Swati Maliwal (@SwatiJaiHind) October 17, 2022
આ સમગ્ર ઘટના અંગે સ્વાતિ માલીવાલે એક વીડિયો જાહેર કરીને તે લોકોને કડક સંદેશ આપ્યો છે જેમણે તેમના ઘર પર હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે તેમના 7 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે એવા ઘણા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે જેઓ મોટા પાયે મહિલાઓનું શોષણ કરતા હતા અને તેમની વિરુદ્ધ ખોટું કામ કરતા હતા. આવી સ્થિતિમાં તેણીને ઘણી વખત ધમકીઓ મળી રહી છે, પરંતુ તેઓ ડરશે નહી. તે પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે અને મહિલાઓ સામેના ગુના અને શોષણને રોકવા માટે પગલાં લેશે.
पिछले कुछ महीनों में दिल्ली में क़ानून व्यवस्था का बहुत बुरा हाल हो गया है। यहाँ तक कि दिल्ली महिला आयोग कि अध्यक्षा भी सुरक्षित नहीं है। खुले आम क़त्ल हो रहे हैं। उम्मीद करता हूँ कि LG साहिब थोड़ा समय क़ानून व्यवस्था को ठीक करने के लिए भी देंगे। https://t.co/b4cjPMddIE
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 17, 2022
શું કહ્યું અરવિંદ કેજરીવાલે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માલીવાલ પરના આ હુમલાની આકરી ટીકા કરી છે. કેજરીવાલે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. સીએમ કેજરીવાલે કહ્યું, "છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પણ સુરક્ષિત નથી. ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. હું આશા રાખું છું કે એલજી સાહેબ પણ કાયદો અને વ્યવસ્થાને ઠીક કરવા માટે થોડો સમય આપશે.
બળાત્કારની ધમકી મળી હતી.
આ પહેલા સ્વાતિ માલીવાલે માહિતી આપી હતી કે સોશિયલ મીડિયા પર પણ આવી જ બળાત્કારની ધમકીઓ મળી હતી. તેણે રિયાલિટી શો બિગ બોસમાં સ્પર્ધક તરીકે દેખાતા બોલિવૂડ ડાયરેક્ટર સાજિદ ખાનને હટાવવાની માંગ કરી હતી. ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા બળાત્કારની ધમકી પણ આપવામાં આવી હતી, જેના વિશે સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલાને લઈને દિલ્હી મહિલા આયોગે એફઆઈઆર નોંધાવીને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.