શોધખોળ કરો
Advertisement
DCW અધ્યક્ષ સ્વાતિ માલીવાલને ટ્વિટર પર મળી જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ દાખલ
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કથિત રીતે ટ્વિટર પર જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમણે આ બાબતે શુક્રવારે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કથિત રીતે ટ્વિટર પર જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમણે આ બાબતે શુક્રવારે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. સ્વાતી માલીવાલે હાલમાં બોય્સ લોકર રૂમ અને જેલમાં બંધ જામિયાની વિદ્યાર્થી સફૂરા જરગરના મુદ્દા પર અવાજ ઉઠાવ્યો હતો.
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષે સાઈબર સેલમાં ફરિયાદ દાખલ કરી છે. પોતાની ફરિયાદમાં તેમણે કહ્યું કે ટ્વિટર પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. માલીવાલે પોતાની ફરિયાદમાં કહ્યું, વ્યક્તિએ પોતાના સંદેશમાં જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આવા લોકો પર તાત્કાલિક કેસ દાખલ થવો જોઈએ અને ધરપકડ થવી જોઈએ.
સ્વાતિ માલીવાલે ટ્વિટ પર લખ્યું, તમામ અપશબ્દો સાથે લખ્યું છે. 'મહિલા છો મહિલા બનીને રહો, પુરૂષ બનાવાની કોશિશ ન કર, નહીતો ગોળી મારી દેશું.' આવા ગુંડાઓથી પહેલા અન્ય માટે લડો અને પછી પોતાના માટે લડો. ક્યારે બદલશે આ પ્રકારની ખરાબ વિચારસરણી.
દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષે જણાવ્યું કે તેણે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે તેમને આશા છે કે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement