શોધખોળ કરો
Coronavirus: મુંબઈની ધારાવી સ્લમમાં ચોથું મોત, દર્દીઓની સંખ્યા 28
મુંબઈની ધારાવી સ્લમમાં કોરોના વાયરસના કારણે ચોથુ મોત થયું છે. શુક્રવારે અહી વધુ 11 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ હતી. જેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 28 પર પહોંચી છે.

મુંબઈ: મુંબઈની ધારાવી સ્લમમાં કોરોના વાયરસના કારણે ચોથુ મોત થયું છે. શુક્રવારે અહી વધુ 11 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ હતી. જેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 28 પર પહોંચી છે. નવા દર્દીઓમાં દિલ્હીના નિઝામુદ્દીનમાં ગત મહિને જમાતના કાર્યક્રમમાં સામેલ થઈને આવેલા બે લોકો સામેલ છે. ધારાશી એશિયાની સૌથી મોટી સ્લમ છે જેમાં એક નાના વિસ્તારમાં આશરે 10 લાખથી વધુ લોકો રહે છે. ધારાવી સ્લમ 613 એકરના ક્ષેત્રમાં ફેલાયેલી છે. અહીં લાખો લોકો નાના-નાના ઘરોમાં રહે છે. દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 92 કેસ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1666 થઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1666 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. છેલ્લા 12 કલાકમાં 92 નવા કેસ નોંધાયા છે. જેમાં મુંબઈમાં 72,ઔરંગાબાદમાં 2, માલેગાંવમાં 5,પનવેલમાં 2,કેડીએમસીમાં 1,ઠાણેમાં 4, પાલઘરમાં 1,નાસિક નિયત 1, નાસિક શહેર 1,પુણેમાં 1,અહમદનગરમાં 1, વસઈ-વિરારમાં 1 કેસની પુષ્ટી થઈ છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















