Dehradun News: દહેરાદૂનમાં ક્લોરિન ગેસ લીક થતા ખળભળાટ, લોકોને શ્વાસ લેવામાં તકલીફ, વિસ્તાર ખાલી કરાવાયો
Dehradun Chlorine Gas leakage: દેહરાદૂનમાં ક્લોરીન લીક થયું છે, જેના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.
Dehradun News: ઉત્તરાખંડના દેહરાદૂનમાં ક્લોરિન ગેસ લીક થવાને કારણે ખળભળાટ મચી ગયો છે. ઝાઝરામાં ખાલી પ્લાન્ટની અંદરથી આ લીકેજ થયું છે. જેના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ ખાલી પ્લાન્ટમાં સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જેમાંથી ક્લોરિન લીક થઈ ગયું છે. પોલીસે આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો છે અને સિલિન્ડરને ભૂગર્ભમાં દાટી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ, ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ગેસ લીક થવાની માહિતી મળતા જ એસએસપી અજય સિંહ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત ફાયર વિભાગ, SDRF અને NDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ક્લોરીન ગેસના લીકેજને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાડો ખોદીને ક્લોરિન ગેસ સિલિન્ડરો દાટી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી ANIએ ગેસ લીકને રોકવામાં લાગેલી ટીમોનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ટીમ ક્લોરિન ગેસ સિલિન્ડરને જમીનમાં દાટી રહી છે, જેથી ગેસ લીકને નિયંત્રિત કરી શકાય.
#WATCH | Uttarakhand: On receiving information about people facing difficulty in breathing due to leakage in the chlorine cylinder kept in the empty plot in the Jhanjra area of Prem Nagar police station in Dehradun, Police, NDRF, SDRF and Fire team reached the spot and are… pic.twitter.com/Xq7n71Ot3n
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 9, 2024
મળતી માહિતી મુજબ આ ઘટના વહેલી સવારે બની હોવાનું કહેવાય છે. પોલીસ સ્ટેશન પ્રેમનગરને બાતમી મળી હતી કે ઝાઝરા વિસ્તારમાં એક ખાલી પ્લોટમાં ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યું છે. માહિતી મળતાં જ વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો આવી પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા મકાનોમાંથી લોકોને બહાર કાઢી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. સ્થળ પરથી ગેસ સિલિન્ડર હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. SSPએ અધિકારીઓને આ મામલે તપાસ કરવા સૂચના આપી હતી કે પ્લોટમાં સિલિન્ડર કોણે રાખ્યા હતા.