શું દિલ્હીમાં પણ લાગશે આંશિક લોકડાઉન ? CM કેજરીવાલે બોલાવી ઇમરજન્સી બેઠક
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી રવિંદ કેજરીવાલે એક ઇમરજન્સી મીટિંગ બોલાવી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ મીટિંગમાં મુખ્યમંત્રી કેજરીવાલ કોરોનાની સ્થિતિને જોતા કડક નિર્ણય લઈ શકે છે જેમાં લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાદી શકે છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, સ્વાસ્થ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારી સામેલ થશે.
જ્યારે આજે સવારે 11 કલાકે સીએમ કેજરીવાલ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલની સાથે બેઠક કરવાના છે, કેજરીવાલ ઉપરાજ્યપાલને શહેરમાં કોવિડ-19 સ્થિતિ પર ચર્ચા કરશે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, દિલ્હીમાં બુધવારે 17282 નવા કેસ સામે આવ્યા છે જે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. જ્યારે 100થી વધારે લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે 12 કલાકે બેઠક
મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું, “કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને ધ્યાનમાં રાખતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરૂવારે સવારે 11 કલાકે ઉપરાજ્યપાલની સાથે સ્થિતિ પર ચર્ચા કરશે. ત્યાર બાદ કેજરીવાલ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, સ્વાસ્થ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે દિલ્હીમાં કોવિડ-19 સ્થિતિને લઈને બપોરે 12 કલાકે બેઠક કરશે.”
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India) દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 2 લાખ નવા કેસ સામે આવ્યા છે અને સતત બીજા દિવસે પણ 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 14 લાખ જેટલો થવા આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,00,739 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1038 લોકોના મોત થયા છે. જોકે 93,528 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 40 લાખ 74 હજાર 564
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 24 લાખ 29 હજાર 564
- કુલ એક્ટિવ કેસ - 14 લાખ 71 હજાર 877
- કુલ મોત - 1 લાખ 73 હજાર 121