Yellow Alert In Delhi : કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્લીમાં જાહેર કરી દેવાયું યલો એલર્ટ, જાણો શું શું લાગ્યા પ્રતિબંધો?
દિલ્હીમાં યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની હેઠળ અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. દિલ્લીમાં 10pm-5am સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દેવાયો છે.
નવી દિલ્લીઃ નવી દિલ્લી સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર ઓમિક્રોનના પગલે કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે દિલ્હીમાં યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની હેઠળ અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. દિલ્લીમાં 10pm-5am સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દેવાયો છે. દિલ્હી મેટ્રો, રેસ્ટોરન્ટ્સ, બાર 50% ક્ષમતા પર ચલાવવા માટે આદેશ અપાયો છે. આ ઉપરાંત સિનેમા હોલ, સ્પા, જીમ, મલ્ટીપ્લેક્સ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે.
COVID19 restrictions under Yellow alert of Graded Response Action Plan in #Delhi: Night curfew 10pm-5am, Delhi Metro, restaurants, bars to operate at 50% capacity; Cinema halls,spas,gyms,multiplexes, banquet halls, auditoriums & sports complexes to be closed,with immediate effect pic.twitter.com/D8s1l3VsXL
— ANI (@ANI) December 28, 2021
કોરોનાના કેસો વધતાં શું ગુજરાતમાં વધુ નિયંત્રણો લાગશે? મુખ્ય સચિવે મનપા-જિલ્લા કલેક્ટરોની બોલાવી બેઠક
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસોનો પણ રાફડો ફાટ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં અત્યારે કોવિડ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં તમામ મહાનગરપાલિકાના કમિશનરો અને જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરી તેને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. મુખ્ય સચિવ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.