શોધખોળ કરો
Advertisement
Delhi Election Result: કેજરીવાલના ખાસ મનિષ સિસોદિયા કેટલા મતે આગળ છે? જાણો
મનિષ સિસોદિયાને હાલ 54,286 મત મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગીને 53,630 મત મળ્યાં છે.
Delhi Election Result 2020: આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી 55 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 15 બેઠકો પર આગળ ચાલી રહી છે. જોકે અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા પહેલા પાછળ ચાલી રહ્યા હતાં જોકે જેમ જેમ મતોની ગણતરી થતી ગઈ તેમ તેમ મનિષ સિસોદિયા આગળ નિકળ્યાં હતાં.
અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા દિલ્હીમાં પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. મનિષ સિસોદિયા સામે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગી ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપના ઉમેદવાર પહેલા આગળ ચાલી રહ્યાં હતા જોકે અચાનક મનિષ સિસોદિયા હાલ આગળ નીકળી ગયા છે. મનિષ સિસોદિયા 656 મતે આગળ ચાલી રહ્યાં છે.
મનિષ સિસોદિયાને હાલ 54286 મત મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગીને 53630 મત મળ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement