શોધખોળ કરો
Advertisement
Delhi Election Results: કૉંગ્રેસ સાથે ગઠબંધનમાં લડેલી આ પાર્ટીના 3 ઉમેદવારોને NOTAથી પણ ઓછા વોટ મળ્યા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી છે. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ ફેક્ટર તમામ સમીકરણો પર ભારે પડ્યું છે. કેજરીવાલ સામે દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વાંચલનો ચહેરો મનોજ તિવારી પૂર્વાંચલના વોટ ખેંચવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે કૉંગ્રેસ અને ભાજપ જેવા રાષ્ટ્રીય દળો સાથે ગઠબંધનમાં લડી રહેલી બિહારની ત્રણ પાર્ટીઓના હાથ પણ ખાલી રહ્યાં. ભાજપે 2 સીટ જેડીયૂને, અને એક સીટ એલજેપીને આપી હતી. જ્યારે કૉંગ્રેસે આરજેડી માટે ચાર સીટ છોડી હતી. પરંતુ લગભગ તમામ પૂર્વાંચલ સીટો પર AAPનો પરચમ લહેરાયો છે. સૌથી ખરાબ હાલત આરેજેડીની રહી છે. જેના ચાર ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે અને ત્રણને નોટા થી પણ ઓછા મત મળ્યા છે.
ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહેલી JDU બુરાડી, સંગમ, વિહારમાં અને એલજેપી સીમાપુરીમાં બીજા નંબરે રહી હતી. કૉંગ્રેસ ખુદ મોટાભાગની સીટો પર ત્રીજા નંબરે રહી હતી અને તેની સહયોગી આરજેડી ઉત્તમ નગર, કિરાડીમાં પાંચમાં અને પાલમ, બુરાડીમાં ચોથા નંબરથી આગળ વધી શકી નથી. ઉત્તમ નગર, પાલમ, કિરાડી અને આરજેડીમાં ઉમેદવારોનો નોટીથી પણ ઓછા મત મળ્યા હતા.
વિકાસના એજન્ડા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી દીધી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી છે. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion