Delhi Election Results: પટપડગંજથી AAP ના અવધ ઓઝા ચૂંટણી હાર્યા, BJPના આ નેતાને મળી જીત
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતોની ગણતરી ચાલી રહી છે. હોટ સીટ ગણાતી પટપગંજ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા અવધ ઓઝા હારી ગયા છે.

Delhi election results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતોની ગણતરી ચાલી રહી છે. હોટ સીટ ગણાતી પટપગંજ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા અવધ ઓઝા હારી ગયા છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રવિન્દર સિંહ નેગી જીત્યા છે. રવિન્દ્ર નેગી આ સીટ પર 28000 વોટથી જીત્યા છે.
#WATCH | AAP candidate from Patparganj seat Avadh Ojha concedes his defeat, says, "It's my personal defeat. I couldn't connect to people... I'll meet the people and will contest the next election from here." pic.twitter.com/6UbhMljzPS
— ANI (@ANI) February 8, 2025
આ વખતે 05 ફેબ્રુઆરી, 2025ના રોજ થયેલા મતદાનમાં પટપડગંજ વિધાનસભા બેઠક પર 60.7% મતદારોએ પોતાનો મત આપ્યો હતો. ગત વખતે 2020ની વિધાનસભા ચૂંટણીમાં મનીષ સિસોદિયા અહીંથી AAPના ઉમેદવાર હતા. તેઓ 3207 મતોથી જીત્યા હતા. મનીષ સિસોદિયાને કુલ 70163 વોટ મળ્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર રવિન્દર સિંહ નેગીને હરાવ્યા હતા. રવિન્દ્ર સિંહ નેગીને 66956 વોટ મળ્યા હતા.
કોંગ્રેસે છેલ્લી સાત વિધાનસભા ચૂંટણીમાંથી ચાર વખત પટપડગંજ બેઠક જીતી હતી. કોંગ્રેસના અશોક કુમાર વાલિયા 1993 થી 2008 સુધી સતત ચાર ચૂંટણી જીત્યા હતા. મનીષ સિસોદિયાએ આ બેઠક પરથી ચૂંટણીની રાજનીતિની શરૂઆત કરી હતી. તેઓ 2013, 2015 અને 2020ની ચૂંટણીમાં ત્યાંથી જીત્યા હતા. 2013માં તેઓ લગભગ 11 હજાર વોટથી જીત્યા હતા અને 2015માં તેઓ લગભગ 28 હજાર વોટથી જીત્યા હતા.
ચૂંટણી પંચના આંકડા શું કહે છે ?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટી બહુમત તરફ ઝડપથી આગળ વધી રહી છે. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ અનુસાર ભાજપને 48 સીટો પર લીડ છે. જ્યારે આમ આદમી પાર્ટી 22 સીટો પર આગળ ચાલી રહી છે. 70 સીટોવાળી દિલ્હી વિધાનસભામાં બહુમતનો આંકડો 36 છે. એટલે કે ભાજપ આ ચૂંટણીમાં મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) મોટી જીત તરફ આગળ વધી રહી છે. દિલ્હીની કરાવલ નગર સીટનું પરિણામ આવી ગયું છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ ચૂંટણી જીતી લીધી છે. કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ ત્યાગીને 30 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. આ સાથે જ કોંગ્રેસના ડૉ.પીકે મિશ્રા ત્રીજા સ્થાને રહ્યા છે.
Delhi Election Results: કરાવલ નગરથી કપિલ મિશ્રા ચૂંટણી જીત્યા, AAPના ઉમેદવાર મનોજ ત્યાગીને હરાવ્યા





















