શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Election Result: અમિત શાહના પોસ્ટર સાથે AAP કાર્યકર્તાઓએ પૂછ્યું- ‘કરંટ લાગ્યો કે શું?’
નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ શાહીન બાગના પ્રદર્શનકારીઓ પર ભાજપ નિશાન સાધી રહી છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વકત પ્રચંડ જીત તરફ આગળ વધીરહેલ આમ આદમી પાર્ટીએ જન્મ મનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીની ઓફિસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોળી મનાવી રહ્યા છે અને ઢોલ નગરા સાથે ઉજવણી કરી રહ્યા છે. જશ્નની વચ્ચે AAPના કાર્યલયની બહાર એક પોસ્ટ જોવા મલી રહ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તસવીર અને પોસ્ટરમાં લખ્યું છે, ‘કરંટ લાગ્યો કે નહીં’.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉજવણી કરતા આ પોસ્ટ લહેરાવી રહ્યા છે. દિલ્હીની શાહીન બાગને ભાજપે મુદ્દો બનાવ્યો હતો અને ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સાહે પણ AAP પર પ્રહાર કર્યા હતા. એક સભામાં અમિત સાહે કહ્યું હતું, ‘દિલ્હીવાસીઓ ઈવીએમનું બટન એટલું જોરથી દબાવો કે વોટ અહીં પડે અને કરનટ શાહીન બાગમાં લાગે.’
નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ શાહીન બાગના પ્રદર્શનકારીઓ પર ભાજપ નિશાન સાધી રહી છે. અમિત શાહથી લઈને કપિલ મિશ્રા, પરવેશ વર્મા સહિત દરેક નેતા શાહીન બાગના પ્રદર્શનને આમ આદમી પાર્ટી સ્પોન્સર્ડ ગણાવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાની અનેક સભાઓમાં શાહીન બાગના પ્રદર્શનને રાજનીતિત પ્રેરિત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હેતું કે દિલ્હીના પરિણામ બતાવી દે કે તમે શાહીન બાગવાળાઓ સાથે છો કે ભારત માતાના નારા લગાવનારા ઓ સાથે. ભાજપે 22 જાન્યુઆરી બાદ ચૂંટણી પ્રચારમાં ગતિ પકડી હતી અને શાહીન બાગને મુદ્દો બનાવ્યો હતો.Delhi: Aam Aadmi Party workers celebrate as the party takes big lead in #DelhiPolls2020 trends pic.twitter.com/BZTAAKDOuC
— ANI (@ANI) February 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion