Delhi : કેજરીવાલે દિલ્લીવાસીઓ માટે ફરીવાર એક FREE ની જાહેરાત કરી, જાણો સમગ્ર વિગત
Delhi News: દિલ્લીના મોહલ્લા ક્લિનિક્સમાં 212 પ્રકારની તપાસની સુવિધાઓ છે, પરંતુ દવાખાનાઓમાં ટેસ્ટ માટે કોઈ વિશેષ સુવિધાઓ આપવામાં આવી નથી.
Delhi : દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્લીની જનતા માટે નવી યોજના તૈયાર કરી રહી છે. આ યોજનામાં દિલ્હીનો આરોગ્ય વિભાગ ખાનગી ડાયગ્નોસ્ટિક લેબ દ્વારા દર્દીઓને 450 પ્રકારના ટેસ્ટ મફતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે.દિલ્લીની સરકારી હોસ્પિટલો ઉપરાંત, દર્દીઓને દવાખાના, મોહલ્લા ક્લિનિક્સ અને પૉલીક્લીનિકમાં સારવાર દરમિયાન તેની સુવિધા મળશે.આ ખાનગી લેબની નિમણૂક માટે આરોગ્ય વિભાગે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
હાલમાં દિલ્લીના મોહલ્લા ક્લિનિક્સમાં 212 પ્રકારની તપાસની સુવિધાઓ છે, પરંતુ દવાખાનાઓમાં ટેસ્ટ માટે કોઈ વિશેષ સુવિધાઓ આપવામાં આવી નથી. મોટાભાગના 15 થી 20 પ્રકારના ટેસ્ટ અહીં થાય છે અને બાકીની તપાસ માટે બહાર જઈને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે દિલ્હી સરકાર ટૂંક સમયમાં અન્ય તપાસની સુવિધા આપશે.
દિલ્લી સરકારની આ યોજનામાં, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાની સૂચિમાં સૂચિબદ્ધ 282 પ્રકારના ટેસ્ટ ઉપરાંત, 168 અન્ય ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા માટે પહેલા તબીબો દર્દીઓને સ્લીપ આપશે અને પછી આ દર્દીઓ ખાનગી લેબમાં જઈને ટેસ્ટ કરાવશે.
આ રોગોની તપાસ કરવામાં આવશે
દિલ્લી સરકારની આ યોજનાથી સામાન્ય રોગો સિવાય, સર્વાઇકલ કેન્સર, ટીબી, હેપેટાઇટિસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા ગંભીર રોગોની પણ મફત તપાસ કરવામાં આવશે. આ સાથે ડાયાબિટીસ પ્રોફાઈલ, કાર્ડિયાક પ્રોફાઈલ, ડાયાલીસીસ પ્રોફાઈલ જેવા રોગોની પણ તપાસ કરવામાં આવશે. 791 મેડિકલ સેન્ટરના દર્દીઓને તેનો સીધો લાભ મળશે, જેમાંથી 39 હોસ્પિટલ, 201 દવાખાના, 31 પોલીક્લીનિક અને 520 મોહલ્લા ક્લિનિક્સમાં 450 ટેસ્ટ વિનામૂલ્યે કરાવી શકાશે.
ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ આજે અમૃતસરમાં મેગા રોડ શો કરશે
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી આજે અમૃતસરમાં રોડ શો કરશે. જેમાં પંજાબના ભાવિ મુખ્યમંત્રી, AAPના રાષ્ટ્રીય સંયોજક ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામેલ થશે.