શોધખોળ કરો
Advertisement
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી સત્યેન્દ્ર જૈનને ઝડપથી સાજા થવાની કામના કરી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડવાને કારણે સોમવારે મોડી રાત્રે તેમને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી. ત્યાર બાદ તેમને મોડી રાત્રે રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સત્યેન્દ્ર જૈનને હાલમાં ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે કારણ કે તેમનું ઓક્સીજન લેવલ ખૂબ જ ઓછું છે. સ્વાસ્થ્ય મંત્રીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
સત્યેન્દ્ર જૈનને ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. ટ્વીટમાં સ્વાસ્થ્ય મંત્રીએ લખ્યું કે, ‘તાવ અને મારા ઓક્સીજન લેવલમાં અચાનક ઘટાડો આવવાને કારણે કાલે રાત્રે મને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તમામને અપડેટ કરતો રહીશ.”
કેજરીવાલે ઝડપથી સાજા થવાની કામના કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી સત્યેન્દ્ર જૈનને ઝડપથી સાજા થવાની કામના કરી છે. કેજરીવાલે ટ્વીટમાં લખ્યું કે, “તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યા વગર તમે રાત દિવસ 24 કલાક લોકોની સેવામાં લાગ્યા છો. તમારું ધ્યાન રાખો અને ઝડપથી સાજા થાવ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement