કારમાં ડ્રાઇવર એકલો હોય તો પણ માસ્ક પહેરવો ફરજિયાત નહીંતર થશે દંડ, હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો
રાજધાની દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર બે હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. ઉપરાંત ઘણી વખત કારમાં બેઠેલા એકલા વ્યક્તિનું ચલણ ફાડવા પર પોલીસ સાથે વિવાદ થયો હોવાની ઘટનાઓ બની હતી. હવે હાઇકોર્ટના આદેશ બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ ભયજનક (Coronavirus Cases) રીતે વધી રહ્યું છે. આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ દરમિયાન આજે દિલ્હી હાઇકોર્ટે (Delhi Highcourt) મોટો ચુકાદો આપ્યો છે. જે મુજબ કારમાં ડ્રાઇવર એકલો હશે તો પણ માસ્ક (Mask) ફરજિયાત પહેરવો પડશે.
દિલ્હી હાઇકોર્ટે કારને પબ્લિક પ્લેસ માન્યુ છે. કોર્ટે કહ્યું કે, માસ્ક એક સુરક્ષા કવચ (Suraksha Kavach) છે. જે કોવિડ-19 વાયરસને ફેલાતો રોકશે. અરજીકર્તાએ કારમાં બેઠેલા એકલા વ્યક્તિના માસ્ક પહેરવાના ફેંસલાને પડકાર્યો હતો. રાજધાની દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર બે હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. ઉપરાંત ઘણી વખત કારમાં બેઠેલા એકલા વ્યક્તિનું ચલણ ફાડવા પર પોલીસ સાથે વિવાદ થયો હોવાની ઘટનાઓ બની હતી. હવે હાઇકોર્ટના આદેશ બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
દેશમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,15,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 630 લોકોના મોત થયા છે. જોકે 59,856 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 28 લાખ 01 હજાર 785
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 92 હજાર 135
- કુલ એક્ટિવ કેસ - 8 લાખ 43 હજાર 473
- કુલ મોત - એક લાખ 66 હજાર 177
8.70 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 8 કરોડ 70 લાખ 77 હજાર 474 ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસ
- 7 માર્ચઃ 1,15,736
- 6 માર્ચઃ 96,982
- 5 માર્ચઃ 1,03,558