શોધખોળ કરો

પતિની ભૂલ ન હોવા છતા પત્નીનું વારંવાર સાસરી છોડીને જવુ ક્રૂરતા, કોર્ટે છૂટાછેડાને આપી મંજૂરી  

પતિનો કોઈ વાંક ન હોય તો પણ વારંવાર સાસરી છોડીને જવું ક્રૂરતાના દાયરામાં આવે છે. ક્રૂરતાના આધારે પતિના છૂટાછેડાને મંજૂરી આપતાં હાઈકોર્ટે કહ્યું કે લગ્ન એ પરસ્પર સહયોગ, સમર્પણ અને જોડાણનો આધાર છે.

નવી દિલ્હી:  પતિનો કોઈ વાંક ન હોય તો પણ વારંવાર સાસરી છોડીને જવું ક્રૂરતાના દાયરામાં આવે છે. ક્રૂરતાના આધારે પતિના છૂટાછેડાને મંજૂરી આપતાં હાઈકોર્ટે કહ્યું કે લગ્ન એ પરસ્પર સહયોગ, સમર્પણ અને જોડાણનો આધાર છે. વાસ્તવમાં, કપલના લગ્ન 1992માં થયા હતા અને ફેમિલી કોર્ટે પતિને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. પતિનો આરોપ છે કે પત્ની હિંસક સ્વભાવની છે અને તેની સાથે ક્રૂર વર્તન કરે છે.

પતિની અપીલ સ્વીકારતા કોર્ટે કહ્યું કે મહિલાએ તેના સાસરે જવા માટે કોઈ યોગ્ય પ્રયાસો કર્યા નથી.  પતિએ મિત્રો અને સંબંધીઓ દ્વારા પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. આનાથી સ્પષ્ટ થાય છે કે મહિલા કોઈપણ કારણ વગર અપીલકર્તાથી અલગ થઈ ગઈ છે.

દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ એક કેસની સુનાવણી કરતા કહ્યું છે કે, પતિની કોઈ ભૂલ વગર પત્નીનું વારંવાર ઘર છોડી દેવું એ માનસિક ક્રૂરતા છે. હાઈકોર્ટે એક વ્યક્તિની અરજી પર છૂટાછેડા આપતાં આ વાત કહી. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બસલ કૃષ્ણાની બેન્ચે કેસની સુનાવણી કરી હતી.  હિંદુ મેરેજ એક્ટ 1966 હેઠળ ક્રૂરતા અને ત્યાગના આધારે એક પુરુષને છૂટાછેડા મંજૂર કર્યા.

વારંવાર પતિથી અલગ થવું એ ક્રૂરતા જેવું

દિલ્હીની હાઈ કોર્ટે કહ્યું કે, તે એકદમ સ્પષ્ટ છે કે પત્નીએ પતિની કોઈ ભૂલ વગર વારંવાર સાસરીનું ઘર છોડી દીધું. પત્ની તરફથી વારંવાર આવું કરવું એ માનસિક ક્રૂરતા છે જેનો પતિએ સામનો કરવો પડ્યો હતો. કોર્ટે કહ્યું કે લગ્ન ત્યારે જ વિકસી શકે છે જ્યારે તે પરસ્પર સહયોગ, સમર્પણ અને વફાદારી પર આધારિત હોય. આ રીતે વારંવાર પતિથી અલગ થવું એ ક્રૂરતા જેવું છે જે પતિ-પત્નીના સંબંધોના પાયાને ઉખેડી નાખે છે અને વિખવાદના બીજને રોપે છે. 

2017માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી

તમને જણાવી દઈએ કે, આ કપલના લગ્ન વર્ષ 1992માં થયા હતા. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ 2017માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની વાત કહેતા વર્ષ 2022માં પતિની અરજી ફગાવી દિધી હતી. પતિએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેના પર વિવિધ પ્રકારની ક્રૂરતા આચરતી હતી અને ઓછામાં ઓછી 6 વખત તેને છોડીને જતી રહી હતી.  

પતિનો આરોપ છે કે છેલ્લી વખત આવું વર્ષ 2011માં થયું હતું જ્યારે પત્નીએ એમ કહીને ઘર છોડી દીધું હતું કે તેનો પતિ તેના માટે મરી ગયો છે અને ત્યારબાદ તેણે પતિના હાથ પર રાખડી બાંધી હતી એ સંકેત આપવા કે તે તેના માટે હવે ભાઈ છે. પત્નીએ એ વાતને પણ નકારી ન હતી કે તેણી વારંવાર પતિનું ઘર છોડીને જતી હતી, પરંતુ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેના પ્રત્યે ઉદાસીન છે અને તેના સાસરિયાઓ તેનું અપમાન કરે છે. પત્નીએ એમ પણ કહ્યું કે તે દર વખતે સાસરેથી જતી હતી એટલું જ નહીં, ઘણી વખત પતિ પોતે પણ તેને તેના મામાના ઘરે છોડીને જતો હતો. પત્નીએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી તે ત્યાં રહી ત્યાં સુધી તેને તેના સાસરિયાના ઘરે અનેક પ્રકારના અપમાનનો સામનો કરવો પડ્યો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 કર્મચારીઓના મોત  
મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 કર્મચારીઓના મોત  
Bomb Threat: વડોદરાની આ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસનો કાફલો ઘટનાસ્થળે
Bomb Threat: વડોદરાની આ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસનો કાફલો ઘટનાસ્થળે
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Rajpal Yadav Father Death: રાજપાલ યાદવના પિતાનું નિધન, એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર  
Rajpal Yadav Father Death: રાજપાલ યાદવના પિતાનું નિધન, એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈનHarsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025Surat Suicide Case: આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં સ્કૂલની પોલમ પોલ, જુઓ આ વીડિયોમાંJunagadh: કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 કર્મચારીઓના મોત  
મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 કર્મચારીઓના મોત  
Bomb Threat: વડોદરાની આ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસનો કાફલો ઘટનાસ્થળે
Bomb Threat: વડોદરાની આ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસનો કાફલો ઘટનાસ્થળે
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  
Rajpal Yadav Father Death: રાજપાલ યાદવના પિતાનું નિધન, એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર  
Rajpal Yadav Father Death: રાજપાલ યાદવના પિતાનું નિધન, એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર  
Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો
Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો
US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક
US Birthright Citizenship: રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઝટકો, જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશ પર કોર્ટે લગાવી રોક
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ખંભાત પાસે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ખુલ્યાની શક્યતા
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ખંભાત પાસે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ખુલ્યાની શક્યતા
Surat: સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બંગલામાં ચાલતી હતી સ્કૂલ
Surat: સુરતમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, બંગલામાં ચાલતી હતી સ્કૂલ
Embed widget