Delhi Mayor Election Live: દિલ્હી મેયર ચૂંટણીના ઠીક પહેલા BJP એ પાછુ ખેંચ્યુ નામાંકન, નિર્વિરોધ જીત્યા AAP ઉમેદવાર શૈલી ઓબેરૉય
Delhi Mayor Election Live: દિલ્હી મેયર ચૂંટણીના ઠીક પહેલા BJP એ પાછુ ખેંચ્યુ નામાંકન, નિર્વિરોધ જીત્યા AAP ઉમેદવાર શૈલી ઓબેરૉય

Background
Delhi MCD Mayor Election: દિલ્હીમાં આજે દિલ્હી નગર નિગમ મેયર અને ડેપ્યૂટી પદ માટે મતદાન થઇ રહ્યું છે, આ બધાની વચ્ચે એમસીડી ગૃહનું સંચાન કરવા માટે પીઠાસીન અધિકારી નિગમમાં છ વારથી કૉર્પોરેટર રહેલા અને આપ નેતા મુકેશ ગોયલને બનાવવામાં આવ્યા છે.
શેલી ઓબેરૉય મેયર અને આલે મોહમ્મદ ઇકબલ બનશે ડેપ્યૂટી મેયર
MCD ચૂંટણીની ઠીક પહેલા બીજેપીએ પોતાના ઉમેદવારનું નામાંકન પાછુ ખેંચી લીધુ હતુ. આ સાથે જ AAP ઉમેદવારોની નિર્વિરોધ જીત થઇ ગઇ હતી. ડૉ. શૈલી ઓબેરૉયે બીજીવાર મેયર, જ્યારે આલે મોહમ્મદ ઇકબાલે બીજીવાર ડેપ્યૂટી મેયરની ચૂંટણી જીતી છે. है.
અરવિંદ કેજરીવાલે આપ્યા અભિનંદન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમસીડીની બીજીવાર મેયર બનવા પર ડૉ. શૈલી ઓબેરૉયને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે, 'આ વખત નિર્વિરોધ મેયર અને ઉપ મેયર બનવાની શૈલી અને એલેને અભિનંદન. બંનેને શુભેચ્છાઓ. અમે લોકો તમારી પાસે કેટલીયે આશા રાખીએ છીએ. લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવા માટે મહેનત કરો.





















