શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હી હિંસા: જાફરાબાદમાં ધરણા પર બેઠેલી મહિલાઓને હટાવામાં આવી, ચાર વિસ્તારોમાં કર્ફ્યૂ
ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા એટલી બધી ભડકી છે કે અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચુક્યા છે. ચાર જગ્યાએ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હી: દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને શરૂ થયેલા પ્રદર્શન ભારે હિંસક બન્યું છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા એટલી બધી ભડકી છે કે અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચુક્યા છે. ચાર જગ્યાએ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે જાફરાબાદ મેટ્રો સ્ટેશ નીચે ધરણા પર બેઠેલી મહિલાઓને હટાવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે.
હિંસા પ્રભાવિત નોર્થ ઈસ્ટ જિલ્લામાં આવતીકાલે પણ સ્કૂલ બંધ રહેશે, ઇન્ટરનલ પરીક્ષાઓ સ્થિગત કરી દેવામાં આવી છે. સીબીએસઈએ ઉત્તર પૂર્વ જિલ્લામાં બુધાવારે લેવાનારી 10-12ની પરીક્ષાઓ સ્થગતિ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાતથી નાગરિકતા સંશોધન કાયદા વિરોધ સેકડો પ્રદર્શનકારીઓ જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે સીલમપુર, મૌજપુર અને યમુના વિહારને જોડતો રસ્તો બ્લોક કરી દીધો હતો.Central Board of Secondary Education: On the request of Directorate of Education, Government of Delhi and to avoid inconvenience to students, staffs and parents, the Board has decided to postpone Class 10 and 12 exams scheduled for February 26 in north east part of Delhi. pic.twitter.com/IFFtedikVR
— ANI (@ANI) February 25, 2020
નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન,ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારોમાં ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સહિત ઘણા વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી.Guru Teg Bahadur (GTB) Hospital official: 13 deaths have been reported since yesterday. #DelhiViolence pic.twitter.com/VeA1j58nTk
— ANI (@ANI) February 25, 2020
જાફરાબાદ, મૌજપુર, કારવલ નગર અને ચાંદબાગમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. અનેક વિસ્તોરમાં ધારા 144 લાગુ છે. પોલીસે જણાવ્યા અનુસાર, 50થી વધુ પોલીસકર્મી હિંસા દરમિયા ઘાયલ થઆ છે. લગભગ 100 જેટલા સામાન્ય નાગરિકોને ઈજા પહોંચી છે. હિંસાને લઈને કુલ 11 એફઆઈઆર નોંધવામાં આવી છે.Delhi: Police and Rapid Action Force are conducting flag-march in Khajuri Khaas area pic.twitter.com/jErabkAolB
— ANI (@ANI) February 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion