શોધખોળ કરો

Delhi Schools Re-open: દિલ્હીમાં 1લી નવેમ્બરથી તમામ ધોરણના વર્ગો શરૂ થશે, છઠ ઉજવવાની પણ આપી મંજૂરી

સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે શાળા ખુલશે ત્યારે કોઈપણ વાલીને તેમના બાળકને શાળાએ મોકલવા માટે ફરજ પાડવામાં આવશે નહીં.

Delhi Schools Re-open: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તમામ વર્ગોની શાળાઓ 1 નવેમ્બરથી ખુલશે. કોરોના વાયરસ રોગચાળાના ઘટતા કેસ વચ્ચે કેજરીવાલ સરકારે આ નિર્ણય લીધો છે. આ સાથે દિલ્હીમાં છઠ પૂજા કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. બુધવારે ડીડીએમએની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આની જાહેરાત કરતા દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે છઠ જાહેરમાં મનાવી શકાય છે, પરંતુ કોરોના નિયમોની સાથે. તેમણે કહ્યું કે 1 નવેમ્બરથી દિલ્હીમાં તમામ શાળાઓ ખોલવામાં આવશે. તમામ વર્ગના બાળકો માટે શાળાઓ ખોલી શકાય છે.

સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે શાળા ખુલશે ત્યારે કોઈપણ વાલીને તેમના બાળકને શાળાએ મોકલવા માટે ફરજ પાડવામાં આવશે નહીં. આ સાથે, અભ્યાસ મિશ્રિત મોડમાં હશે, એટલે કે, ઓફલાઈન અને ઑનલાઇન બંને એકસાથે ચાલી શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક સાથે 50 ટકાથી વધુ બાળકોને બોલાવવામાં આવશે નહીં. શાળા ખાતરી કરશે કે તેના તમામ સ્ટાફને રસી આપવામાં આવી છે. 98% લોકોએ પહેલો ડોઝ લઈ લીધો હોવો જોઈએ.

આ પહેલા દિલ્હીમાં ધોરણ 9 થી 12 સુધી શાળાઓ ખોલવામાં આવી છે. આ શાળાઓમાં પરીક્ષાઓ કોવિડ -19 માર્ગદર્શિકા અને સામાજિક અંતર સાથે લેવામાં આવી રહી છે. શાળાઓમાં બાળકો માસ્ક પહેરીને શાળાએ આવી રહ્યા છે. જો કે, કોઈપણ વિદ્યાર્થીને ફરજીયાતપણે શાળાએ બોલાવવાની મનાઈ છે. સંમતિ પત્ર એટલે કે વાલીઓની લેખિત સંમતિ પછી જ તેમને શાળામાં આવવાની મંજૂરી આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ડીડીએમએનો અગાઉનો આદેશ 30 સપ્ટેમ્બર સુધીનો હતો. ગત ઓગસ્ટમાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે બેઠકમાં જુદા જુદા તબક્કામાં શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો હતો. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ 01 સપ્ટેમ્બરથી અને ધોરણ 6 થી 8 માટે 8 સપ્ટેમ્બરથી ખુલશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget