Deoghar Ropeway Incident: દેવઘરમાં ત્રિકુટ પહાડ પર મોટી દુર્ઘટના, રોપવે પર ટ્રોલીની ટક્કરમાં એકનું મોત, મદદ માટે બોલાવવી પડી સેના
Deoghar News: રાજ્ય સરકારની વિશેષ વિનંતી પર, ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ફસાયેલા મુસાફરોની સુરક્ષિત પરત લાવશે.
Jharkhand News: ઝારખંડના દેવઘરમાં ત્રિકુટી પર્વતના રોપ-વેમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા માટે જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમ પરસ્પર સંકલન સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. રાજ્ય સરકારની વિશેષ વિનંતી પર, ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ફસાયેલા મુસાફરોની સુરક્ષિત પરત લાવશે. 20 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પ્રવાસીઓ રોપવેમાં ફસાયેલા છે.
ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ત્રિકુટી પર્વત પહોંચી ગયું છે. આ સાથે ITBP, ભારતીય સેના અને NDRFની ટીમ ત્રિકૂટ પર્વત પર પહોંચી ગઈ છે. ફસાયેલા તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે ટ્રોલીમાંથી નીચે લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
એકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, 48 મુસાફરો હજુ પણ અલગ-અલગ ટ્રોલીઓમાં ફસાયેલા છે. ઘટનાની જાણ થતાં જ તમામ મુસાફરોની સલામત વાપસી માટે ગઈકાલથી બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટનામાં એક પ્રવાસીનું મોત નીપજ્યું છે અને એક ગંભીર રીતે ઘાયલ છે જેને સારી સારવાર માટે રિફર કરવામાં આવ્યો છે.
પ્રવાસીઓને શું કરાઈ અપીલ
દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોક હેઠળ ત્રિકુટ પર્વત પર રોપ-વેમાં અચાનક ખામી સર્જાવાને કારણે ઘણા પ્રવાસીઓ ટ્રોલીમાં ફસાઈ ગયા હતા. તેમને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે, NDRFની ટીમો જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને રાહત અને બચાવ કાર્યમાં સામેલ છે. રોપ-વેમાં ફસાયેલા પ્રવાસીઓને ધીરજ જાળવવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે.
Deoghar ropeway incident: A woman declared dead, another person seriously injured. Rescue operation is underway: DC Deoghar, Jharkhand
— ANI (@ANI) April 11, 2022
આ પણ વાંચો
Hyundai Creta: હ્યુન્ડાઈ ક્રેટમાં મળશે હવે સુવિધા, ડ્રાઈવિંગની મજા થશે બમણી
Coronavirus Cases Today: કોરોનાને લઈ રાહતના સમાચાર, દેશમાં 24 કલાકમાં માત્ર 6 સંક્રમિતોના મોત