Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
આ વાતચીતમાં ડેપ્યુટી સીએમએ મહારાષ્ટ્રના ભાવિ સીએમના નામ અંગેની ચર્ચા પર જવાબ આપ્યો હતો
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો અને વલણો અંગે ABP ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વિશેષ વાત કરી હતી. આ વાતચીતમાં ડેપ્યુટી સીએમએ મહારાષ્ટ્રના ભાવિ સીએમના નામ અંગેની ચર્ચા પર જવાબ આપ્યો હતો. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો પર તેમણે કહ્યું - અમારામાંથી કોઈએ આની અપેક્ષા નહોતી કરી. આ અમારી અપેક્ષાઓ બહાર છે. દોઢ કલાક બાદ ત્રણેય પક્ષો બેસીને ભાવિ રણનીતિ શું હશે તે નક્કી કરશે.
તેમણે કહ્યું હતું કે અમે પ્રેસ કોન્ફરન્સ કરીશું. પાર્ટીની ઓફિસ જઇશું. આ પછી હું નાગપુર જઈશ. મહારાષ્ટ્રના આગામી સીએમના નામ પર નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય કરશે. આવતીકાલે મહાયુતિના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 25મી નવેમ્બરે તેઓ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાશે અને 26મી નવેમ્બરે સરકાર રચાશે. ભાજપના નિરીક્ષકો આવતીકાલે મુંબઈ આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રારંભિક વલણોમાં ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધન બહુમતના આંકડાને પાર કરી ગયું છે. મહાયુતિ ગઠબંધન 217 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું મહાવિકાસ અઘાડી ગઠબંધન 58 બેઠકો પર અને અન્ય 13 બેઠકો પર આગળ છે.
મુંબઈમાં 36માંથી 22 સીટો પર મહાયુતિ, MVA 10 પર અને અન્ય 1 પર આગળ છે. પશ્ચિમ મહારાષ્ટ્રની 58માંથી 42 બેઠકો માટે ટ્રેન્ડ આવી ગયો છે. જેમાંથી મહાયુતિ 34 પર, MVA 4 પર અને અન્ય 4 પર આગળ છે. આ સિવાય ઉત્તર મહારાષ્ટ્રમાં, મહાયુતિ 47માંથી 36 સીટો પર આગળ છે, એમવીએ 6 પર અને અન્ય પાંચ પર છે.
થાણે કોંકણ ક્ષેત્રની 39 બેઠકોમાંથી મહાયુતિ 33 પર, MVA 4 પર, અન્ય 2 પર, મહાયુતિ મરાઠવાડાની 46 બેઠકોમાંથી 34 પર, MVA 11 પર અને અન્ય 1 પર આગળ છે. બીજી તરફ વિદર્ભની 62 બેઠકોમાંથી મહાયુતિ 47 પર, MVA 14 પર અને અન્ય 1 પર આગળ છે.
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?