બિહારનો ડિજિટલ ભિખારી, QR કોડ ગળામાં લટકાવી માંગે છે ભીખ, જાણો તેના વિશે
લોકો જાહેર સ્થળ અથવા તો રસ્તા પર ભીખ ન આપવા છુટ્ટા પૈસા ન હોવાનું કહેતા હોય છે. બિહારમાં એક એવો ભિખારી છે જે ડિજિટલ પેમેન્ટ (Digital Beggar) પણ સ્વીકારે છે.
લોકો જાહેર સ્થળ અથવા તો રસ્તા પર ભીખ ન આપવા છુટ્ટા પૈસા ન હોવાનું કહેતા હોય છે. બિહારમાં એક એવો ભિખારી છે જે ડિજિટલ પેમેન્ટ (Digital Beggar) પણ સ્વીકારે છે. તે વિચિત્ર લાગે છે, પરંતુ આ સંપૂર્ણપણે સાચું છે. બિહારના બેતિયા રેલવે સ્ટેશન પર ઈ-વોલેટનો QR કોડ ગળામાં લટકાવનાર ભિખારીનું નામ રાજુ (Beggar Raju Prasad)છે. રાજુ નાનપણથી સ્ટેશન પર રહે છે અને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.
ડિજીટલ ભિક્ષુક બિહારના બેતિયા રેલવે સ્ટેશનમાં ગળામાં ઇ-વોલેટનું QR CODE ટાંગીને ફરતા આ શખસની તસવીર ઘણી જ અનોખી છે, પણ સાથે જ ડિજિટલ ઈન્ડિયાનું મહત્ત્વ પણ દર્શાવે છે. રાજુ નામની આ વ્યક્તિ ભિખારી છે, જે નાનપણથી જ સ્ટેશન પર રહે છે. શરૂઆતથી જ તે લોકો પાસેથી ભીખ માગીને પોતાનું ભરણપોષણ કરે છે. આ QR CODE અંગે સવાલ પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે લોકો કહેતા હતા છુટ્ટા પૈસા નથી, તેથી મેં બેંકમાં ખાતું ખોલાવ્યું. હવે રાજુ લોકો પાસેથી છુટ્ટા પૈસા નથી લેતો, પણ ફોન-પેથી QR CODE સ્કેન કરવાનું કહીને ભીખના પૈસા મોકલવાનું કહે છે. આ અનોખી રીતે ભીખ માગવાને કારણે રાજુની ભારે ચર્ચા થઈ રહી છે.
બસવરિયા વોર્ડ નંબર-30ના રહેવાસી પ્રભુનાથ પ્રસાદનો 40 વર્ષનો એકનો એક પુત્ર રાજુ પ્રસાદ ત્રણ દશકાથી રેલવે સ્ટેશન સહિત અનેક જગ્યાએ ભીખ માગીને પોતાનું જીવન પસાર કરે છે. મંદબુદ્ધિ હોવાને કારણે રાજુને પોતાનું પેટ ભરવા માટે અન્ય કોઈ રસ્તો ન મળ્યો. તે લાલુ યાદવને પોતાના પપ્પા કહે છે, તો પોતાને PM મોદીનો ભક્ત ગણાવે છે.
મંદબુદ્ધિ હોવાથી રાજુ પાસે કોઈ કામ ન હતું, તેથી તેણે ભીખ માંગવાનું કામ કર્યું. રાજુની QR CODEથી ભીખ માંગવાની તેની સ્ટાઈલને કારણે આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. તે સ્ટેશન અને બસ સ્ટેન્ડની બહાર આવતા મુસાફરોને મદદ માટે અપીલ કરે છે. રાજુ કહે છે કે જ્યારથી તે ડિજિટલ ભિખારી બન્યો છે ત્યારથી તેની કમાણી વધી છે.
રાજુએ કહ્યું, `ઘણી વખત લોકો એમ કહીને મદદ કરવાનો ઇનકાર કરે છે કે તેમની પાસે મફત પૈસા નથી. ઘણા મુસાફરોએ કહ્યું કે ફોન-પે વગેરે જેવા ઈ-વોલેટના જમાનામાં હવે રોકડ કોણ લઈ જાય છે. તેથી જ મેં બેંક ખાતું ખોલાવ્યું, સાથે જ ઈ-વોલેટ પણ બનાવ્યું. હવે હું Google Pay અને Phone Pay વગેરેના QR કોડ દ્વારા ભીખ માંગું છું.